Back

ડાંગ જિલ્લામાં પ્રદેશ યૂથ કોંગ્રેસના પ્રભારી હેમંત ઓગલે ન અધ્યક્ષતામાં કારોબારી બેઠક યોજાઇ

ડાંગ રિપોર્ટર ;- મદન વૈષ્ણવ

ડાંગ જીલ્લા યુથ કોગ્રેસ કારોબારી ની બેઠક પ્રદેશ યુથ કોગ્રેસ ના પ્રભારી હેમંત ઓગલે ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી

ડાંગ જીલ્લા ના વડા મથક આહવા ખાતે ડાંગ જીલ્લા યુવક કોગ્રેસ ની બેઠક ગુજરાત કોગ્રેસ ના પ્રભારી હેમંત ઓગલે તથા સહ પ્રભારી મોહમ્મદ સાહિદ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ જેમાં યુથ પ્રભારી એ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે આવનારી સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માં યુવક કોગ્રેસ ના કાર્યકરો વધુ માં વધુ સક્રિય થાય અને પ્રજાજનો ને કોગ્રેસ ની વિચારધારા અને કોગ્રેસ પક્ષ નુ આજ ના યુગ માં શુ યોગદાન છે એની સમજ આપવામાં આવી હતી સાથે જ આવનાર સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માં યુવાનો ને ટીકીટ મળે એની ખાતરી આપવા માં આવી હતી તેમજ આવનારા દિવસો માં યુવક કોંગ્રેસ નુ માળખુ વધારી વધુ ને વધુ યુવાનો ને જોડાવાની વાત કરવામાં આવી હતી આ બેઠક માં ડાંગ યુથ કોગ્રેસ ના પ્રમુખ વિનોદ ભોયે એ જણાવ્યુ હતુ કે હાલ સ્થાનિક સ્વરાજ ની ચુંટણી ના પડધમ વાગી રહયા છે એટલે તમામ યુથ કોગ્રેસ ના કાર્યકરોએ જન સંપર્ક અભિયાન ની શરૂઆત કરી દેવી પડશે તો જ ચુંટણી માં જીત મેળવી શકાશે જેની માટે તમામ કાર્યકરો એ જુના મત ભેદ ભુલી ચુંટણી કાર્ય માં જોડાઇ જવુ પડશે તોજ આ ચુંટણી માં જીત મેળવા માટે સફળતા મળશે આ કાર્યક્રમ માં યુવક કોંગ્રેસ પ્રભારી યજ્ઞેશ ગામિત પ્રદેશ મંત્રી તબરેજ અહેમદ nsui ના પ્રમુખ પરેશ ચૌધરી હર્ષ ગાંધી સંતોષ ભુસારા મોસીન મુસાની મણીલાલ કામડી ગિરીશ પવાર અતીફ હમજાણી સહિત મોટી સંખ્યા મા યુવા કાર્યકરો હાજર રહયા હતા આ કાર્યક્રમ નુ સંચાલન વઘઇ યુવા કોંગ્રેસ ના પ્રમુખ તુષાર કામડી ધ્વારા કરવામાં આવ્યુ હતુ.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..