Back

વઘઇ; ભુજાડ નજીક થયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ભાલખેત ગામનાં ઇસમનું સારવાર દરમિયાન મોંત

ડાંગ રિપોર્ટર ;- મદન વૈષ્ણવ


વઘઇ તા.૨૦, ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં આવેલ ભુજાડ ગામ નજીક અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલ ભાલખેત ગામનાં ઈસમનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું


વઘઇ પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ભુજાડ ગામની સીમમાં ભાલખેત ગામ ની કાર ન.જી.જે.૧૫ સી.એ.૮૭૩૯ ને તારીખ ૧૩/૧/૨૦૨૧ ના રોજ બેકાબુ બની ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતું આ અકસ્માતમાં બનસ્યાભાઈ સોન્યાભાઈ પવાર ઉ.વ.૬૦ રહે. ભાલખેત ને શરીરે તેમજ માથાનાં ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોંત નિપજયું હતું આ બનાવની ફરિયાદ પરિવાર ના સભ્યોએ વઘઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી વઘઇ પોલીસની ટીમે ફરીયાદનાં આધારે ગુનો નોંધી વધુની તપાસ હાથ ધરી છે

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..