Back

રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘમાં ડાંગનાં રણજીતભાઈ પટેલને આંતરિક ઓડિટર તરીકે નિમણુંક

ડાંગ રિપોર્ટર ;- મદન વૈષ્ણવ

વઘઇ તા.૨૧, ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ માં ડાંગ જિલ્લાના હોદ્દેદારને આંતરિક ઓડિટર તરીકે ની મહત્વની જવાબદારી આપવામાં આવી

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી માં પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા ની ટીમ ની ભવ્ય જીત થઈ હતી ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના હોદ્દેદાર તરીકે ડાંગ જિલ્લા માંથી ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રીશ્રી રણજીતભાઈ પટેલની નિમણૂક થઈ હતી ત્યારે દ્રારકાધીશ ના સાનિધ્યમાં રાજ્ય પ્રા.શિક્ષક સંઘ ની કાર્યવાહક સભા અને પદનામિત હોદ્દેદારોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડાંગ જિલ્લા માંથી રણજિતભાઈ એમ.પટેલ ને રાજ્ય પ્રા.શિક્ષક સંઘ ના આંતરીક ઓડિટર (સીંગલ) તરીકે નિમણૂક થઈ હતી.જેમની રાજ્ય પ્રા શિક્ષક સંઘ માં મહત્વની જવાબદારી હોય છે.આ શપથ વિધી કાર્યક્રમ માં ડાંગ જી.પ્રા શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી ધનજરાવભાઈ ભોયે કારોબારી સભ્ય પરિમલ પરમાર,જીજ્ઞેશભાઈ પટેલ સી.આર.સી.કો.પણ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય ના છેવાળા ના જિલ્લા ડાંગ ને જ્યારે રાજ્ય પ્રા.શિક્ષક સંઘ માં આવી મહત્વની જવાબદારી આપવામાં અવતા ડાંગ જિ.પ્રા.શિક્ષક.સંઘ ના હોદ્દેદારો,તાલુકા સંઘ ના પ્રમુખશ્રીઓ,મહામંત્રીશ્રીઓ, હોદ્દેદારો અને શિક્ષક ભાઈ બહેનો એ અભિનંદન પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો.અને જિલ્લા પ્રા.શિક્ષક સંઘ ની ટીમ દ્વારા રાજ્ય સંઘ નો આભાર વ્યક્ત કર્યો હતો.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..