Back

ડાંગ જિલ્લાના આઠ કોંગ્રેસના આગેવાનો શિસ્તભંગ કરતા સસ્પેન્ડ કરાયા

ડાંગ રિપોર્ટર ;- મદન વૈષ્ણવ

કોંગ્રેસ પાર્ટીનું શિસ્તભંગ કરતા કાર્યકરો સામે પ્રદેશ કોંગ્રેસનું કડક પગલું

ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી પાસેથી મળતી વિગત મુજબ ડાંગ જિલ્લાનાં આઠ કોંગ્રેસી કાર્યકરો ભાજપા પાર્ટીમાં જોડાઈ ગયેલ જેમાં

૧. ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ચંદરભાઈ સોમાભાઈ ગાવીત,
૨. સુબીર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ ગંગાભાઈ બાગુલ,
૩. માજી જિલ્લા પંચાયત ખેતીવાડી સિમિતિ
ચેયરમેન નિલેશભાઈ બાબુભાઇ બાગુલ,
૪. માજી તાલુકા સદસ્યના પતિ સુમનભાઈ દામુભાઈ રાઉત

૫ .પીપલદહાડ ગામ સરપંચ રાહુલભાઈ સોનુભાઈ ચૌધરી

૬. બારીપાડા ગ્રૂપ ગ્રામ પંચાયત સરપંચ રતિલાલ એવાજભાઈ ગાંવિત

૭. ૨૦૧૫ માં તાલુકાનાં ઉમેદવાર સોમનાથભાઈ ભીવજન ભાઈ દળવી

૮. કોંગ્રેસ પાર્ટી આગેવાન ગણેશભાઈ બુધ્યાભાઈ પવાર ઉપરોક્ત વિગત મુજબના આઠ કોંગ્રેસ પાર્ટી ને રામરામ કરી ભાજપમાં સામેલ થઈ ભાજપ ની ખેસ પહેરતા જેની ગંભીર નોંધ લઇ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરીએ કોંગ્રેસ પ્રદેશ કક્ષાએ ધ્યાન દોરી આ તમામ ને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી જે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કક્ષાએ ગ્રાહ્ય રાખી ડાંગ જિલ્લાના આઠેય આગેવાનો ને સસ્પેન્ટ કરી દીધા હોવાનું ડાંગ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખે એક લેખિત અખબારી યાદીમાં જણાવ્યું હતું

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..