Back

ડાંગ; નિમપાડા ગામે માજી જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ એ ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું

ડાંગ રિપોર્ટર ;- મદન વૈષ્ણવ

ડાંગ નાં માજી જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી દ્વારા પૂર્વપટ્ટી વિસ્તારનાં નિમપાડા ગામે સિંચાઈ વિભાગ દ્વારા મંજૂર થયેલ ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ નિમપાડા ગામમાં પાણીની સમસ્યાઓ થી લોકો ત્રાસી ગયાં હતાં. પૂર્વપટ્ટી વિસ્તારનાં કદાવર ભાજપ નેતા અને જિલ્લા પંચાયતના માજી બાંધકામ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી જોડે લોકોની પાણી સમસ્યા બાબતે રજુઆત આવતાં તેમણે લોકોની સમસ્યા નું નિવારણ લાવ્યું હતું. સિંચાઈ વિભાગ હસ્તક મજૂર થયેલ ૩૫ લાખના ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનો સહિત ખેડુતો માં ખુશી છવાઈ જવા પામી છે આ ઉદ્ઘાટન પ્રસંગે નિમપાડા ગામે માજી જિલ્લા પંચાયતના અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી, માજી તાલુકા પંચાયતના સદસ્ય નિર્મળાબેન મધુભાઈ વળવી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..