Back

ડાંગ માં બોગસ ડોક્ટરો સામે આરોગ્ય તંત્રની લાલ આંખ: સુબિર ખાતે પોલીસ પ્રોટેકશન સાથે દરોડા

ડાંગ રિપોર્ટર:-મદન વૈષ્ણવ

આખરે ડાંગ જિલ્લાનો આરોગ્યતંત્ર નિંદ્રાધીન અવસ્થા માંથી જાગૃત થઇ ડાંગ જિલ્લાના સુબીર ખાતે બોગસ ઊંટવૈદુ ડોક્ટરો ના કલીનીક પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ આ અંગેની બોગસ ડોક્ટરો ગંધ આવી જતા ફરાર


ડાંગ જિલ્લામાં હવે થયું આરોગ્યતંત્ર એલર્ટ
ડાંગનાં ગામડાઓમાં બોગસ ડિગ્રીધારી બંગાળી ડોક્ટરોનાં દવાખાને આરોગ્ય તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી.ડાંગ આરોગ્ય વિભાગ દ્વારા અંતરિયાળ વિસ્તારનાં ખાનગી દવાખાનામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ..
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવે છે.ઊંડાણ વિસ્તારનાં આદિવાસીઓનો બોગસ ડિગ્રી ધારી ડોકટરો ફાયદો ઉઠાવી રહ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગને મળી હતી.અહી અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ફેસિલિટી ન મળતા બંગાળનાં બોગસ ડોકટરોએ ડાંગ જિલ્લામાં પોતાનો અડ્ડો જમાવી દીધો હતો. ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત હાટ બજારોમાં બંગાળી ડોકટરો પોતાની પ્રેક્ટિસ કરી આદિવાસી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા.અહી આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.બોગસ ડિગ્રી ધારી ડોક્ટરોનાં દવાખાનામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.આ બંગાળી ડોકટરો હોમિયોપેથીકની ડિગ્રી ધારણ કરી એલોપેથીની સારવાર કરી રહ્યા હતા.હાલમાં કોરોના વાઈરસનાં સંક્રમણનાં ભય વચ્ચે લોકો સરકારી દવાખાને જવાનુ ટાળી રહ્યા છે.ત્યારે આ ડોકટરો પોતાની પ્રેક્ટિસ અહીંના લોકો ઉપર કરી લોકોનાં સ્વાસ્થ્ય જોડે ચેડા કરી રહ્યા હતા.આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર પાસે થી મળતી માહિતી મુજબ જિલ્લાના સ્થાનિક લોકોની ફરિયાદનાં આધારે પોલીસની મદદ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ પરંતુ બંગાળી ડોકટરોનાં દવાખાને સર્ચ ઓપરેશન કરતાં કાંઈ હાથમાં આવ્યુ નથી.મોટા ભાગનાં બોગસ ડોકટરોને જાણ થઈ જતા પોતાના દવાખાને હાજર રહયા ન હતા.
આદિવાસી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોકટરો સામે તંત્રની કાર્યવાહી જરૂરી બની ગઈ છે.
છેલ્લાં કેટલાય વર્ષથી ડાંગ જિલ્લામાં પોતાનો અડ્ડો જમાવી ચૂકેલ બંગાળી ડોકટરો આદિવાસી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી લૂંટી રહ્યાં છે.તેમ છતાંય વર્ષોથી જાણે આરોગ્ય વિભાગ દ્વારા જ આ લોકોને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી હોય તેમ જણાઈ આવે છે.ડાંગ જિલ્લાનાં આહવા, સુબિર અને વઘઇ વિસ્તારમાં પ્રેક્ટિસ કરી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર બોગસ બીન ડીગ્રી ધારક બંગાળી ડોક્ટરો સામે  કાયદેસરની કડક  કાર્યવાહી થાય એવી લોક માંગ ઉઠી છે

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..