Back

ડાંગ.આપેલ આવેદનપત્ર માં પડતર માંગણીયો અંગે આંદોલન થયું

આહવા તા.૧૩ સવાંદદાતા. મદન વૈષ્ણવ


ગત 8 મી મેં. દરમિયાન ડાંગ જિલ્લાના ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા પીવાના પાણી અને અન્ય જીવન જરૂરી સમસ્યા અંગે એક લેખિત આવેદનપત્ર શ્રી ગુજરાત રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશભાઈ કોહલી સાહેબને સંબોધી એક આવેદનપત્ર  આપવામાં આવ્યું હતું


ડાંગ પ્રશાસન દ્વારા ગત દિવસો જિલ્લામાં સ્થિત હેન્ડપમ્પો જે બંધ હાલતમાં હોયતે માટે હેલ્પલાઈન નંબર મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા પણ અમુક માગણીઓ ધ્યાને ન લેતા થયું આંદોલન


પાણી પુરવઠા વિભાગ ,સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ડાંગ જિલ્લા કલેકટરશ્રી આશ્વાસન આપતા આંદોલન સમેટાયો

ભીલીસ્ટાન ટાઈગર સેનાએ  રાજ્ય સરકાર તરફેે આપેલ આવેદનપત્રનું હકારાત્મક જબાબ ન મળતા આજે સૌ ભેગા મળી
પડતર માંગણીઓ ને વેગ આપવા અને આવેદનમાં લેખીત માંગણીઓને ત્વરિત ધ્યાને લેવા આજરોજ જિલ્લાના મુખ્ય મથક આહવાના જિલ્લા સેવાસદન ખાતે જનઆક્રોશ રેલી માં રોષ  ઠાલવ્યુ હતો 

ગુજરાત સરકાર અને જિલ્લા પ્રશાસન ને સંબોધી ભારે સૂત્રોધાર કર્યા હતાં
આ આંદોલનમાં ડાંગ પોલીસ પ્રશાસન ચાંપતો બંદોવસ્ત રાખી ડાંગ જિલ્લા કલેક્ટર સાહેબ , પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા પાણી અંગેની પડતર સમસ્યાઓનું વહેલીતકે નિરાકરણ થશે નું આશ્વાસન આપતા આંદોલન શાંતિપૂર્ણ માહોલમાં સમેટાયો હતોઆહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..