Back

સરકારી માધ્યમિક શાળા,આહવા ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ..

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

ડાંગ .આહવાઃ તાઃ ૧૮ઃ સરકારી માધ્યમિક શાળા,આહવા ના વિઘાર્થીઓને દિવાળી વેકેશનમાં ‛નવા ભારતની મારી કલ્પના’ વિષયે નિબંધ લેખન ગૃહકાર્ય સોંપવામાં આવ્યું હતું. આ વિષયે શાળાકક્ષાએ ૩ શ્રેષ્ઠ નિબંધની પસંદગી થયેલ જેમાં પ્રથમ ધૂમ નિષા એમ.ધો.૧૨-બ,દ્વિતિય ભોયે ખુશલબેન સી.ધો.૧૦-અ અને તૃતિય દેશમુખ આશાબેન એસ.ધો.૧૨-ક પસંદ થયા હતા. ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર આ વિઘાર્થીઓને શાળાના આચાર્યશ્રી પ્રજેશભાઇ ટંડેલ તેમજ શાળા પરિવારે પ્રોત્સાહક ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..