Back

ડાંગ જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો આનંદમાં.

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ બીયુરોચીફ - મદન વૈષ્ણવ

છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ પાંચ ઈંચ વરસાદ થતા ખેડૂતો ઠેરઠેર વાવણી કામમાં જોતરાયા..

તાઃ૨૫ઃ સમગ્ર ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર હતા અચાનક કાલે સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી હતી. ડિઝારસ્ટર કંટ્રોલરૂમના જણાવ્યાનુસાર તા.૨૪ ના રોજ સવારે ૬-૦૦ થી આજરોજ તા.૨૫ ના રોજ ૬-૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાકમાં આહવા ૯૧ મી.મી., વધઈ ૮૫ મી.મી.,સુબીર ૪૭ મી.મી. અને સાપુતારા ૩૭ મી.મી. વરસાદ થતા મોસમ નો કુલ વરસાદ આહવા ૪૦૨ મી.મી.,વધઈ ૮૭૮ મી.મી.,સુબીર ૩૯૨ મી.મી. અને સાપુતારા ૪૭૩ મી.મી.નોંધાયો હતો. જ્યારે આજરોજ સવારે ૬-૦૦ થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધીમાં આહવા ૯૫ મી.મી.વધઈ ૨૦૬ મી.મી. સુબીર ૧૧૦ મી.મી. અને સાપુતારા ખાતે ૫૭ મી.મી. વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો આનંદમાં આવી ગયા હતા. સારો વરસાદ થતા જ ડાંગર અને નાગલીની રોપણી શરૂ કરી દીધી હતી.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..