Back

ડાંગ.વાહુટિયા ગામે નાઈટ કબડ્ડી ટુર્નામેન્ટમાં કરંજડી ગામની ટીમે બાજી મારી

મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાના વાહુટિયા ગામે ડે નાઇટ પ્રો. કબડ્ડી ટુર્નામેન્ટનમાં કરંજડી ગામની ટીમે પ્રથમ ક્રમ લાવી વિજય મેળવ્યો.
ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ વાહુટિયા ગામે પ્રથમ વખત નવા વર્ષ નિમિત્તે ડે નાઇટ પ્રો. કબડ્ડી ટુર્નામેન્ટનુ આયોજન વાહુટિયા ગામના બજરંગ બલી મંડળ અને સરપંચ મીનાબેન તથા સમસ્ત ગ્રામ જનો દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં મહારાષ્ટ્ર અને ડાંગ જિલ્લા ના છેવાડે છેવાડે થી 105 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જ્યારે કબડ્ડી ટુર્નામેન્ટનુ ઉદઘાટન પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત સદસ્ય સોમનાથભાઇ ડાંગ જિલ્લા પંચાયત માજી ઉ. પ્રમુખ રમેશ ડોન. માળગા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દેવરામભાઇ ગારખડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ બાલુભાઇ ખાંભલા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ કાંતિલાલભાઇ તથા ભાજપી કાર્યકર્તાઓ પ્રવીણભાઈ દેસાઇ રતીલાલભાઇ રાઉત અને નકટિયાહનવત ગ્રુપ ગ્રામ પંચાયતના લોકો હજારોની સંખ્યામાં કબડ્ડી ઉદઘાટન વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કબડ્ડીની શરૂઆત થતા જ 105 જેટલી ટીમોએ ભાગ લઈ એક બીજાના પ્રતિસ્પર્ધી ટીમો સાથે સતત ત્રણ દિવસ ચાલનાર કબડ્ડી ટુર્નામેન્ટની રોમાંચક રમત રમી જેમાં ડાંગ જિલ્લાના કરંજડી ગામની ટીમે પ્રથમ ક્રમે વિજય મેળવ્યો હતો જ્યારે બીજા ક્રમે મહારાષ્ટ્ર ની કાકશેવળ ટીમે વિજય મેળવ્યો હતો અને ત્રીજા ક્રમે ડાંગ ની કમદયાઆવન અને ચોથા ક્રમે ડાંગ ની ચિચદરા ગામની ટીમે વિજય મેળવ્યો હતો. આમ 105 ટીમો માંથી 4 જેટલી ટીમોએ પોત પોતાના પ્રતિસ્પર્ધીઓને હરાવી જીત મેળવી હતી જયારે વિજેતા ટીમોને નકટિયાહનવત ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને બજરંગ બલી યુવક મંડળ તથા ગ્રામ જનો દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.અને આવતા વર્ષ 2020 ના નવા વર્ષે વધુને વધુ ટીમો રમત-ગમત ક્ષેત્રમાં ભાગ લેવા માટે વાહુટિયા ગામના આગેવાન પ્રવીણભાઇ દેસાઇ એ આહ્વાન કર્યું હતું આ કબડ્ડી ટુર્નામેન્ટને સફળ બનાવવા બજરંગ બલી યુવક મંડળ વાહુટિયા દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..