Back

આહવા ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી નિમિત્તે માર્ચ પાસ્ટ યોજાઈ..

મદન વૈષ્ણવ ડાંગ

પોલીસ હોમગાર્ડઝ,સિક્યુરીટી ગાર્ડઝ,ફોરેસ્ટ બીટ ગાર્ડઝના જવાનો, સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સની વિઘાર્થીનીઓએ જુસ્સાભેર માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો.

આહવા તા. ૩૧ઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતિ શ્વેતા શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ માર્ચ પાસ્ટ યોજાઈ હતી.

આહવાનગરમાં મહાત્મા ગાંધી ઉઘાન ખાતે થી સાંજે ૧૭-૦૦ કલાકે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતિ શ્વેતા શ્રીમાળી એ માર્ચ પાસ્ટ નું પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસ બેન્ડ સાથે દેશભક્તિ ગીતોની સુરાવલી વચ્ચે આહવાનગરમાં મુખ્ય માર્ગેથી પસાર થતી માર્ચ પાસ્ટ નવલું નજરાણું બની ગઇ હતી. જેમાં પોલીસ હોમગાર્ડઝ,સિક્યુરીટી ગાર્ડઝ,ફોરેસ્ટ બીટ ગાર્ડઝના જવાનો જોડાયા હતા.

જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.કવા,આહવા પોલીસ સ્ટેશન મહિલા પીએસ.આઈ. મોદી સહિત સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સની વિઘાર્થીનીઓએ પણ જુસ્સાભેર માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..