Back

વઘઇ થી ભેંસકાતરી જતાં માર્ગનું નવીનીકરણ કામનું શુભારંભ

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

ડાંગ જિલ્લાનું પ્રવેશદ્વાર વઘઇ થી ભેંસકાતરી જતાં માર્ગનું નવીનીકરણ તેમજ પહોળાઈનું કામ વરસાદ પૂર્ણ થતાં ની સાથે પુરઝડપે ચાલુ થતાં લોકોમાં રાહત

ગુજરાતનું સેકેન્ડ ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામાં આ વર્ષે રેકોર્ડતોડ વરસાદ પડતાં ઠેરઠેર આંતરિક માર્ગો તેમજ આંતરરાજ્ય ને સંકળાયેલા માર્ગોની અવદશા થઈ હતી જેના કારણે વાહન ચાલકો હાલાકી વેઠવાનું વારો આવ્યું હતું પરંતુ સમયાંતરે જ્યારે પણ ફ્લડ કંટ્રોલ દ્વારા વધુ વરસાદની આગાહી જાણ કરાતા જિલ્લાનું માર્ગમકાન ખાતું એનિટાઇમ એલર્ડ બની ૨૪ કલાક રાહત ની કામગીરી ચાલુ રાખી તૂટેલા રોડ તેમજ વધુ વરસાદના કારણે ધસી આવેલી માટી તેમજ ભેખડ દૂર કરી ડાંગ જિલ્લામાં રહેતા લોકો તથા રાહતદારીઓ પ્રવાસીઓ અને વાહન ચાલકો માં પડતી મુશ્કેલીઓ નિવારી હંગામી ધોરણે કામગીરી કરવામાં આવી હતી તેણે અનુલક્ષી એવી શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લાના ગિરિમથક સાપુતારા ના માનનીય લોકો દ્વારા માર્ગ મકાન ખાતા ના કર્મચારીઓનું સારી કામગીરી બદલ અભિનંદન પાઠવી પ્રસંશાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જ્યારે એવી આગમચેતી પગલાં લેતા ચોમાસો પુરૂ થતા તુરંત જિલ્લાના આંતર માર્ગોનું રીનોવેશન તેમજ જરૂરિયાત માર્ગો પહોળો કરી પુરઝડપે કામગીરી ચાલુ કરાતા વાહન ચાલકો તેમજ અપડાઉન કરતા કર્મચારીઓ જિલ્લાના લોકોમાં પડતી મુશ્કેલીઓમાં રાહત ની કામગીરી ચાલુ જતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..