Back

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ડાંગના ખેડૂતો જોગ

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ - મદન વૈષ્ણવ

આહવાઃ તાઃ ૧૨ઃ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) નવસારીના કાર્યક્ષેત્ર હેઠળ ડાંગ જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનું કે પ્રધાનમંત્રી ફસલબીમા યોજના હેઠળ વાવેતર ના થવુ,રોપણી ના થવી,ઉભા પાકમાં નુકશાન,કાપણી પછીનું નુકશાન,સ્થાનિક આપત્ત્િાઓથી થતા નુકશાનના જોખમોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી ફસલ બીમા અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦ ખરીફ સિઝન માટે ડાંગ જિલ્લામાં આહવા,વધઈ અને સુબીર તાલુકામાં ડાંગર(બિ.પી.)રાગી અને અડદ પાક તથા આહવા અને સુબીર તાલુકામાં મગફળી પાક નોટીફાઈડ થયેલ છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર તા.૧૫/૭/૨૦૧૯ સુધીમાં ઓનલાઈન અરજી કરી પાક વીમા દરખાસ્ત પત્રકની પિ્રન્ટ અઆઉટ લઇ સબંધિત બેંકમાં સમય મર્યાદામાં રજુ કરીને ત્યાંથી રસીદ મેળવવાની રહેશે.આ યોજનામાં જે તે તાલુકાઓમાં નોટીફાઈડ થયેલ પાકો માટે અરજી કરી શકાશે. આ ઉપરાંત સદર બાબતે વધુ માહિતી માટે નાયબ નિયામકશ્રી (વિસ્તરણ) નવસારી અથવા સબંધિત ખેતી અધિકારીશ્રી,વિસ્તરણ અધિકારીશ્રી,ગ્રામસેવક અને બેંકનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..