Back

સુબીર તાલુકાના નકટિયાહનવત ગામે ભવ્ય પ્રો.કબડ્ડી ડે નાઇટ ટુર્નામેન્ટ યોજાશે

મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લા સુબિર તાલુકાના નકટિયાહનવત ગ્રુપ ગ્રામ પંચાયતના વાહુટિયા ગામે ભવ્ય પ્રો. કબડ્ડી ડે નાઇટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે.
સુબિર તાલુકાના વાહુટિયા ગામે જય બજરંગબલી યુવક મંડળ અને ગ્રામ આગેવાનો તથા ગ્રામ પંચાયત ના સરપંચ મીનાબેનના સહયોગથી તા. 28/10/2019 ના સોમવારે ભવ્ય પ્રો. કબડ્ડી ડે નાઇટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રો. કબડ્ડી ટુર્નામેન્ટનાં તમામ નિયમો, દરેક ગ્રાઉન્ડ પર અલગ થી ટાઇમર જેના થી ખેલાડી રમત દરમ્યાન પોતાનો સમય જોઇ શકશે. રેફરીઓ પણ દરેક ગ્રાઉન્ડમાં અલગ અલગ થી મુકવામાં આવશે.વધુ ઉલેખનીય છે કે ખેલાડીઓ અને કબડ્ડી જેવી રમતને ધ્યાને રાખીને ગ્રાઉન્ડને ખાસ માટીના ઉપયોગ કરી બનાવવામાં આવ્યુ છે જેથી ખેલાડી રમત દરમ્યાન નાની મોટી ઇજાઓ ના થાય એ વાતનુ ધ્યાન રાખેલ છે. જ્યારે આ પ્રો. કબડ્ડી નુ પ્રથમ 15, 001 રૂ .બીજુ ઇનામ 10,001 રૂ .ત્રીજુ ઇનામ 5,001 રૂ. તથા ચોથુ ઇનામ 3,001 રૂ. નું રોકડ ઇનામ આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરી જેના થી ડાંગ જિલ્લાના તમામ ખેલાડીઓની રુચી કબડ્ડી રમત ગમતમાં વધે અને ગુજરાત સરકાર દ્વારા યોજિત ખેલ મહાકુંભમાં દર વર્ષે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર માંથી વધુને વધુ ખેલાડીઓ રમત ગમતના ક્ષેત્રે ભાગ લઇ સરીતા ગાયકવાડ કે મુરલી ગાવિત જેવા બની દેશનુ નામ રોશન કરે તેવી ઇચ્છાથી દર વર્ષે દિવાળી પાવન પર્વ અને નવા વર્ષ નિમિત્તે આ કબડ્ડી ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવે છે.

સુબીર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..