Back

ખોખરી ગામે મળેલ બેભાન ઇસમના મોંતનું ભેદ ઉકેલાયો બે ઇસમો ની ધરપકડ

વાત્સલ્ય ન્યૂઝ બીયુરોચીફ - મદન વૈષ્ણવ

સુબીર તાલુકામાં મળેલ બેભાન ઇસમનું મોંત અનૈતિક પ્રેમ સંબંધ હોવાને કારણે થયું હોવાનું બાહર આવ્યું

અનૈતિક પ્રેમ પ્રકરણ માં સંડોવાયેલા હર્ષ રાહુત ને
માર મારી મોતને ઘાટ ઉતારનાર બે ઈસમોની ધરપકડ

ગત દિવસો દરમિયાન ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ ખોખરી ગામની સીમ ના જંગલ વિસ્તારમાં એક અજાણ્યા ઇસમ બેભાન અવસ્થામાં મળી આવેલ હતો ગામના જાગૃત લોકો ની નજર પડતા એની જાણ સુબીર પોલીસ સ્ટેશન તેમજ ઇમરજન્સી 108 ને ફોન કરી જાણ કરી હતી તાત્કાલિક 108 મારફતે નજીકથી હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાં સારવાર દરમિયાન બેભાન ઇસમનું મોત થયો છે આ અંગે સુબીર પોલીસ સ્ટેશનના પીએસઆઇ રબારીએ પ્રેમ પ્રકરણ હોવાની શંકા જતાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા તપાસ દરમ્યાન મોંત ને ભેટેલા ઇસમનું નામ હર્ષ રાહુંત રહે સુરગાણા ખુલ્યું છે અને એના અનૈતિક સંબંધ એન્જિનપાડા ગામની મહિલા સાથે હોવાથી ગુસ્સે ભરાયેલા કુટુંબીઓ હર્ષ રાહુત ને ઢોર માર મારી બેભાન અવસ્થામાં સુબીર તાલુકાના ખોખરી ગામની સીમમાં ફેંકી દીધું હતું જેની તપાસ સુબીર પોલીસ હાથ ધરી હતી તપાસ દરમિયાન મોતને ઘાટ ઉતારનાર બે ઈસમો એન્જિનપાડા ના હોવાનું બહાર આવતાં બનાવના આરોપી એવા અમીચંદ નવશિયા ભાઈ દેશમુખ અને દેવુભાઈ સિમગીયા પવાર રહે.એન્જીનપાડા ,કોલબારી નાઓ ને સુબીર પોલીસ ગણતરીના સમયમાં દબોચી લઈ બન્ને આરોપીઓ ને સળીયા પાછળ ધકેલી દીધા છે આગળની ઝીણવટ ભરી તપાસ સુબીર પીએસઆઇ રબારી સાહેબ હાથ ધરી છે

સુબીર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..