Back

સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નો ચાર્જ વસનજી કુંવરે સંભાળ્યો

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ
સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ સામે પક્ષાંતરધારા હેઠળ સભ્યપદેથી સસ્પેન્ડ કરાયા બાદ તાલુકા પ્રમુખ તરીકે નો ચાર્જ વસનજી કુંવરે સંભાળ્યો હતો
સુબીર તા.પં.માં અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી દરમિયાન સત્તાધારી ભાજપ પક્ષમાં વિખવાદ સર્જાયો હતો. અને પ્રમુખપદે ભાજપમાં બળવો કરનાર યશોદાબેન રાઉત પ્રમુખપદે બિરાજમાન થયા હતા. તેમની સાથે બે ભાજપી સભ્યોએ બગાવત કરતા જેમાં ભાજપના જ કેટલાકે ભૂંડી ભૂમિકા ભજવી હતી અને કોંગ્રેસના સભ્યોના ટેકાથી ભાજપના બળવાખોર સભ્ય પ્રમુખપદે બિરાજમાન થયા બાદ ભાજપમાં બળવો કરનાર વર્તમાન પ્રમુખ યશોદાબેન રાઉતને પક્ષાંતર ધારા હેઠળ સભ્યપદેથી ગેરલાયક ઠેરવવા લેખીત ફરીયા ઉપપ્રમુખ વસનજી કુંવરે અધિક વિકાસ કમીશનર ને કરી હતી જે ફરીયાદ બાદ યશોદાબેન રાઉત ને ગેરલાયક ઠેરવ્યા બાદ આજ રોજ ઉપપ્રમુખ તરીકે નો કાર્યભાર સંભાળતા વસનજી કુવરે આજ રોજ ભાજપી કાર્યકરો ની ઉપસ્થિત માં સુબીર તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે નો વિધીવત ચાર્જ સંભાળ્યો હતો જયારે પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા વશનજી કુવર ને ભાજપી કાર્યકરો એ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા

સુબીર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..