Back

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં કુંટુંબ વિહોણા બાળકોને નિભાવનાર લાભાર્થીઓેને સહાય મળવાપાત્ર છે.


નેશનલ પોલીસી અનુસાર દરેક બાળકને કુટુંબના પ્રફુલિત વાતાવરણમાં પ્રેમ અને સમજદારી પૂર્વક ઉછેરવાનો અધિકાર છે. કુટુંબ વિહોણા બાળકો કે જેમને કાળજી અને રક્ષણની જરૂરીયાત છે. તેમજ કુટુંબમાં રહેતા બાળકો માટે જે જેઓ કાળજી અને રક્ષણ આપવા માટે સક્ષમ ન હોય તેવા અનાથ અને ગરીબ બાળકોના નિભાવ માટે ખાસ પ્રકારના કાર્યક્રમ ચલાવવામાં આવે છે. કાર્યક્રમની ગાઈડલાઈનમાં જણાવેલ ધારાધોરણ પૂર્ણ કરતા હોય તેવા પાલક સંભાળ કુટુંબ કે જૂથ પાલક સંભાળનો લાભ લેનાર લાભાર્થીને માસિક રૂ.૨૦૦૦/-ની સહાય મળવાપાત્ર છે. જે અનુસાર પાલક સંભાળ કુટુંબ કે કોઈ સ્વૈચ્છિક સંસ્થા જે યોગ્ય સુવિધા તરીકે જૂથ પાલક સંભાળની કામગીરી કરવામાં રસ ધરાવતા હોય તેઓ એ જિલ્લાના જિલ્લા બાળ સુરક્ષા એકમ             C/G/15/17/19, ગ્રાઉન્‍ડ ફલોર, જિલ્‍લા સેવા સદન, લાલપુર રોડ, ખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકાની કચેરીમાં રૂબરૂમાં મુલાકાત લેવી અથવા તો ટેલીફોનીક નં.૦૨૮૩૩-૨૩૪૪૬૯ પર સંપર્ક કરીને જાહેરાત પડ્યાના દિન ૪૫ માં ગાઈડલાઈનના નિયત નમુના મુજબ અરજી કરવાની રહેશે. તેમજ નિયત થયેલ શરતોનું પાલન થયેથી બાળકની સારસંભાળ માટે મંજુરી આપવામાં આવશે અને નિયમોનુસાર કાર્યવાહી કરી ચુકવણું કરવામાં આવશે. તેમ જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની એક યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા