Back

સલાયામાંથી 125 લીટર ડીઝલ ગેરકાયદેસર કબજે કરાયું.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો  વ્યવસ્થા જાળવવા તેમજ મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ સાહેબ, દેવભૂમિ દ્વારકા તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રંશાત સુંબે સાહેબનાઓની  સુચના મુજબ દેવભૂમિ દ્વારકાના પ્રો. નાયબ પોલીસ અધિક્ષકશ્રી મિલાપ પટેલ તથા એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર શ્રી એચ.આર.હેરભા તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી એ.ડી.પરમાર ના માર્ગદર્શન મુજબ  એસ.ઓ.જી. સટાફની અલગ અલગ ટીમો બનાવી સતત પેટ્રોલીંગ કરવા જણાવેલ હોય તા.૧૬/૦૭/૨૦૧૯ ના એસ.ઓ.જી. સ્‍ટાફના પો.હેઙ.કોન્સ.ઇરફાનભાઇ એ.ખીરા પો.કોન્સ. મહાવિરસિંહ બળવંસિંહ ગોહીલ, રાકેશભાઇ નટવરલાલ સિધ્ધપરા, કિશોરસિંહ ભગુભા જાડેજા વિગેરે સ્‍ટાફના માણસો સરકારી વાહનમાં જામ સલાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે  દરમ્‍યાન પો.હેઙ.કોન્સ. ઇરફાનભાઇ ખીરાને ખાનગી રાહે હકિકત મળેલ કે સલાયામાં બંદર ખાતે એસ.આરપી.ના ડોમ ની પાછળ અમુક ઇસમો ગેરકાયદેસર રીતે ક્યાકથી છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો રાખી વેચાણ અર્થે આવેલ છે જેથી તુરત જ પંચો સાથે હકિકત વાળી જગ્યાએ પહોચી જઇ ત્રણેય પૈકી નંબર (૧) અક્રમ સ/ઓ રજાકભાઇ ઇશાકભાઇ સંધાર જાતે. મુસ્લીમ વાધેર ઉ.વ. ૨૪  ધંધો માછીમારી રહે. હુસેની ચોક ગોઢી પાડો સલાયા વાળો હોવાનુ જણાવેલ નં.(૨) રિઝવાન સ/ઓ રજાકભાઇ ઇશાકભાઇ સંધાર જાતે. મુસ્લીમ વાધેર ઉ.વ. ૨૨ ધંધો માછીમારી રહે. હુસેની ચોક ગોઢી પાડો સલાયા વાળો હોવાનુ જણાવેલ તેમજ નં.(૩) અબ્દુલ સ/ઓ કરીમ ભગાડ જાતે. મુસ્લીમ વાધેર ઉ.વ. ૨૭ ધંધો માછીમારી રહે. જકાતનાકાની બાજુમાં વતની નગર સલાયા વાળો હોવાનુ જણાવેલ  હોય મજકુર ઉપરોક્ત ત્રણેલ ઇસમો પાસેથી અલગ અલગ કુલ -૬ કેનમાં આશરે ૧૨૫ લીટર જેટલુ ડિઝલ મળી આવેલ હોય જે બાબતે મજકરુ ઇસમોને પુછપરછ કરતા કોઇ આધાર પુરાવો રજુ કરતા ન હોય જેથી સદરહુ મળી આવેલ ડિઝલનો જથ્થો કુલ આશરે ૧૨૫ લીટરની કુલ કિ.રૂ.૭૫૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તેમજ ઉપરોક્ત મજકુર ત્રણેય ઇસમોએ પોતાની પાસે ગેરકાયદેસર કોઇ આધાર પુરાવા વગર પોતાની પાસે ડિઝલનો જથ્થો રાખેલ હોય જેથી ત્રણેય ઇસમોને સી.આર.પી. કલમ ૪૧(૧) ડી. મુજબ ધોરણસર અટક કરી વધુ તપાસ માટે સલાયા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.  

  આ સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.એ.ડી.પરમાર સ્‍ટાફના પો.હેઙ.કોન્સ. ઇરફાનભાઇ ખીરા, હરદેવસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, મહોમદભાઇ બ્લોચ, અશોકભાઇ સવાણી, ભીખાભાઇ ગાગીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, લખમણભાઇ આંબલીયા, પો.કોન્‍સ. સુરેશભાઇ વાનરીયા તથા મહાવીરસિંહ ગોહીલ, કિશોરસિંહ જાડેજા, અરશીભાઇ માડમ, રાકેશભાઇ સિધ્ધપરા , નિલેષભાઇ કારેણા વિગેરે જોડાયેલ  હતા.


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા