Back

જામનગર સંધી મુસ્લિમ સમાજ રકતદાન કેમ્પમાં ૧પ૬ બોટલો રકત એકત્ર


 જામનગર સંધી મુસ્લીમ સમાજ ટ્રસ્ટ દ્વારા સંધી જમાત ખાના ખોજા ગેઈટ પાસે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું . આ રકતદાન કેમ્પનો શુભારંભ સમાજના પ્રમુખ હાજીકાદર હાજીદાદાભાઈ જુણેજા ( બાપુ ) દ્વારા રકતની બોટલ આપી કરવામાં આવેલ . હિન્દુ - મુસ્લિમ સમાજના અનેકવિધ નવયુવાનોએ આ કેમ્પમાં રકતદાન કરી કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડેલ , સમાજના સેક્રેટરી એડવોકેટ હમીદભાઈ દેદા , ઉપપ્રમુખ શ્રી હાજી કાસમભાઈ હીંગોરા , અનવરભાઈ મુંદરા , ખજાનચી ઈદરીશભાઈ ભટ્ટી , કોર્પોરેટરશ્રી હાજી રીઝવાનભાઈ જુણેજા , ચાંદીના તાજીયાવાળા બાપુશ્રી મહંમદ હુશેનભાઈ , જાણીતા સામાજીક કાર્યકર અને દર્શન પબ્લીસીટીવાળા દર્શનભાઈ ઠકકર , મહેશભાઈ જોષી , જયેશભાઈ ભટ્ટ , મયુરભાઈ મકવાણા , મહેશભાઈ મહેતા , કિશોરસિંહ જાડેજા , પત્રકાર ઈનાયતખાન પઠાણ , નઝીરભાઈ ખીસ , અનવરભાઈ જુણેજા સહીતના અગ્રણીઓ હાજર રહેલા . આ કેમ્પમાં ૧૫૬ બોટલ રકત એકત્ર કરવામાં આવેલ . સમગ્ર કેમ્પને સફળ બનાવવા હાજી મહેમુદભાઈ જુણેજા , અનવરભાઈ મુંદરા , તથા જૈનુલબાપુ બુખારી સહીતના યુવાનોએ જહેમત ઉઠાવેલ .


રીપોર્ટર-મુસ્તાક સોઢા