Back

દેવભૂમિ દ્વારકામાં ઇન્‍દીરા ગાંધી રાષ્‍ટ્રીય દિવ્‍યાંગતા પેન્‍શન યોજના અન્‍વયે દર મહિને રૂા.૬૦૦/- સહાય મળશે


૮૦ ટકા ઉપર વિકલાંગતા તેમજ બીપીએલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓએ સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવો

 રાજય સરકારની વિકલાંગો માટે સંત સુરદાસ યોજના અમલમાં છે. જેમાં જરૂરી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને દર મહિને રૂા.૬૦૦/- સહાય મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે ૮૦ ટકા કે તેથી વધારે વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ, વિકલાંગ વ્યક્તિનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોય તેનો દાખલો ગ્રામ્ય વિસ્તાર માટે ૦ થી ૨૦ સ્કોર, શહેરી વિસ્તાર માટે નગરપાલિકા બી.પી.એલ. યાદીનો દાખલો જરૂરી છે. પાત્રતા ધરાવતા અને યોજનાનો લાભ મેળવવા ઇચ્‍છતા લાભાર્થીઓએ મેડીકલ સર્ટીફીકેટ, રેશનકાર્ડ, જન્‍મનો આધાર, બીપીએલનો દાખલો, આધારકાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્ષ, એસટી પાસની ઝેરોક્ષ તથા પાસપોર્ટ ફોટોગ્રાફસ વગેરે કાગળો સાથે જિલ્‍લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્‍લા સેવા સદન ગ્રાઉન્‍ડ ફલોર, ધરમપુર ખંભાળીયાની કચેરીનો સંપર્ક કરવો.