Back

લધુમતી ઉત્‍કર્ષના ૧૫ મુદાના કાર્યક્રમોની સમીક્ષા બેઠક મળી.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં શ્રી સુનિલ સિંધી માન.સભ્‍યશ્રી રાષ્‍ટ્રીય લધુમતિ આયોગ(ભારત સરકાર) નવી દિલ્‍હીના અધ્‍યક્ષ સ્‍થાને માન.પ્રધાનમંત્રીશ્રીના લધુમતિ ઉત્‍કર્ષના ૧૫ મુદાના કાર્યક્રમની સમીક્ષા બેઠક આજ રોજ જિલ્‍લા સેવા સદન, કલેકટર કચેરી સભાખંડમાં મળી હતી.


બેઠકમાં રાષ્‍ટ્રીય લધુમતી આયોગના સભ્‍યશ્રી સુનિલ સિંધીએ માન.વડાપ્રધાનશ્રીનાં લધુમતિઓના કલ્‍યાણ માટેના ૧૫ મુદાનાં કાર્યક્રમોની જુદા-જુદા વિભાગના લગત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં સંકલિત બાળ વિકાસ સેવા યોજનાનો ઉદેશ વંચિત વર્ગોના બાળકો અને સગર્ભાઓ અને સ્‍તનપાન કરાવતી માતાઓને પૂરક પોષક આહાર, રસીકરણ, આરોગ્‍ય તપાસ, રેફરલ સેવાઓ તેમજ આંગણવાડી કેન્દ્વો મારફતેની સેવાઓ પૂરી પાડીને સર્વાંગી વિકાસ કરવાનો છે. આઇ.સી.ડી.એસ. યોજના અંતગર્ત લધુમતિની જાતિના લાભાર્થીઓને તા.૧-૪-૧૯ થી તા.૩૦-૬-૧૯ સુધી ૧૧૯૩૬ લક્ષ્યાંકની સામે ૧૧૯૩૬ની સહાય આપવામાં આવેલ છે.


સર્વ શિક્ષા અભિયાન, કસ્‍તુરબા ગાંધી બાલિકા વિધાલય યોજનાના અને બીજી આવી સરકારી યોજનાઓ હેઠળ તેમજ આવી બધી શાળાઓની અમુક ટકાવારી લધુતમ કામોની નોંધપાત્ર વસ્‍તી ધરાવતા ગામોમાં શાળા શિક્ષણમાં વધુ પ્રવેશ આપવા જણાવ્‍યું હતું.


ખંભાળીયમાં ૧ લધુમતી શાળા છે. જેમાં ૧૨૦ વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવેલ છે. રાજય સરકારની જિલ્લા સમાજ કલ્યાણ કચેરી દ્વારા લધુમતિ જાતિ માટેની પ્રિ-મેટ્રીક શિષ્યવૃતિના ૭૩૭૦નાં લક્ષ્યાંક સામે લધુમતિ જાતીના લાભાર્થીઓને રૂ.૪૨.૫૫ લાખની સહાય આપવામાં આવેલ છે. કેન્દ્વ સરકારની યોજના પ્રિ.એસ.એસ.સી. પોસ્ટ એસ.એસ.સી., મેરીટકમ મીન્સના લધુમતિ વિધાર્થીઓને કુલ ૩૯ લાખની શિષ્યવૃતિ ચૂકવવામાં આવેલ છે.


જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના મારફત વર્ષ-૧૭-૧૮માં ૭૧.૭૮ લાખની સહાય તથા વર્ષ ૧૮-૧૯માં લધુમતિ જાતિના લાભાર્થીઓને ૧૩૨.૭૫ લાખની સહાય આપવામાં આવેલ છે.


જિલ્લા ઉધોગ કેન્દ્વની વાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત તા.૧-૪-૧૮ થી તા.૩૧-૩-૧૯ સુધી લાભાર્થીઓને ૧૦.૧૮ લાખની સહાય આપવામાં આવેલ છે.


લધુમતિ જાતિના ગરીબ ઇસમોને તા.૧-૪-૧૮ થી તા.૩૧-૩-૧૯ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૬૦ લાભાર્થીઓને ડ્રાફટમેન્ટ ટ્રેનીગ સ્કીમ હેઠળ તાલીમ આપવામાં આવેલ છે.


જિલ્લા સમાજ કલ્યાણ કચેરી દ્વારા માનવ ગરીમાં યોજના હેઠળ ૩૧ લાભાર્થીઓને સાધન સહાય તથા બેંકેબલ યોજના હેઠળ ૬ લાભાર્થીઓને રૂ.૩ લાખ લોન તથા સબસીડી રૂ.૦.૫૩ આપવામાં આવેલ છે.


જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧-૪-૧૮ થી તા.૩૧-૩-૧૯ સુધી ૨૮ લાભાર્થીઓને રોજગારી આપવામાં આવેલ છે.


કલેકટરશ્રી ડો.નરેન્દ્વકુમાર મીનાએ પણ સરકારશ્રીની લધુમતીઓના કલ્યાણ માટેની જુદી જુદી યોજનાઓ વિશે માહિતી આપી હતી. લાભાર્થીઓને તેનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું.


જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રોહન આનંદે જણાવ્યું કે, તા.૧-૪-૧૮ થી તા.૩૧-૩-૧૯ સુધી કોમી રમખાણનો એક પણ કેસ બનેલ નથી.


આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલ, નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાધેલા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી કોટેચા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, રોજગાર અધિકારીશ્રી તથા જુદી જુદી કચેરીઓના લગત અધિકારીશ્રીઓ તેમજ લધુમતિ સમાજના આગેવાનો વગેરે ઉપસ્થિત રહયા હતા.                   

રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા