Back

ખંભાળીયા ખાતે તા. ૩ ઓગષ્‍ટના રોજ મહિલાઓ માટે ઔધોગિક સેમિનાર યોજાશે.


 જિલ્‍લા ઉધોગ કેન્‍દ્વ દેવભૂમિ દ્વારકા અને દેવભૂમિ દ્વારકા મીનરલ્‍સ પ્રોસેસર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે મહિલાઓને ગુજરાત સરકારની સ્‍વરોજગાર તેમજ ઉધોગ અંતર્ગત વિવિધ યોજનાઓનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી તા.૦૩-૦૮-૨૦૧૯ના રોજ યોગ કેન્‍દ્વ હોલ, નગરપાલિક-ખંભાળીયા ખાતે ઔધોગિક સેમિનાર યોજવામાં આવનાર છે. આ સેમીનારમાં રાજય સરકારશ્રીનાં ઉધોગ સાથે સંકળાયેલ વિવિધ વિભાગોનાં નિષ્‍ણાંતો ઉપસ્‍થિત રહી સરકારશ્રીની વિવિધ સ્‍વરોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપશે. ઉધોગકારો અને નવા ઉધોગ સાહસિકોને પ્રોત્‍સાહિત કરવાના તેમજ મહિલા સશકિતકરણના શુભ આશય ફળીભુત બનાવવાનાં હેતુ અર્થે યોજાનાર સેમિનારમાં જિલ્‍લાની તમામ મહિલાઓને તેમજ ઉધોગકારોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે.


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા