Back

ખંભાળિયા માં સ્ટેમ્પ ખરીદવા માટે લોકો થયા હેરાન પરેશાન.


દેવભૂમિ દ્વારકા ના મુખ્ય મથક એવા ખંભાળિયા કે જ્યાં જિલ્લા ની દરેક કચેરીઓ આવેલ હોય તેમજ ખંભાળિયા ખાતે માત્ર એક જ સ્ટેમ્પ વેન્ડર હોય  તેમજ પોસ્ટ ઓફિસ એ જતા ત્યાં પણ સ્ટેમ્પ હાજર ન હોય તેથી લોકો મામલતદાર કચેરીએ સવારથી જ લાંબી લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે એમાં પણ ઉનાળા ના બળબળતા તાપમાનમાં અરજદારો પોતાના કામ ધંધા બંધ રાખી સ્ટેમ્પ માટે ભૂખ્યા - તરસ્યા સ્ટેમ્પ માટે ઊભેલા જોવા મળે છે અત્યારે ખંભાળિયા ને દેવભૂમિ દ્વારકા જીલાનું મુખ્ય મથક બનાવવામાં આવ્યો હોય છતાં અત્યારે એકમાત્ર સ્ટેમ્પ વેન્ડર હોય એ પણ વધુ પડતા ગેરહાજર રહેતા હોય છે માત્ર વીસ રૂપિયાના સ્ટેમ્પ માટે લોકો આ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા હોય લોકોની એકમાત્ર આશા એટલે મામલતદાર કચેરી પરંતુ ત્યાં પણ અવાર - નવાર નેટ પ્રોબ્લેમ આવી જતા હોવાના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખંભાળિયા મા આ સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ તે ચર્ચાનો વિષય બની ગયો છે .

રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા