Back

૧૪ લાખના ખર્ચે તૈયાર થયેલ ગ્રામ પંચાયત બિલ્‍ડીંગનું લોકાર્પણ કરતા જિલ્‍લા વિકાસ અધિકારી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકા મોવાણનાં ગામે ૧૪ લાખના ખર્ચે તૈયાર થયેલ અતિ આધુનિક ગ્રામ પંચાયત બિલ્ડિંગનું લોકાર્પણ દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારીડો.મનિષ બંશલના હસ્તે આજ રોજ કરવામાં આવ્યું હતું.

ભારત દેશની સમૃદ્વિનો આધાર ગામડાંઓની સમૃદ્વિ પર છે. જો ગામડાઓ સમૃદ્વ બને તો પ્રદેશ, રાજય અને દેશ સમૃદ્વિનો સ્વાદ ચાખી શકે. સંવેદનશીલ રાજય સરકારે મિનિમમ ગવનમેન્ મેકિસમમ ગવર્નન્સના મંત્ર સાથે સ્માર્ટ સિટીની જેમ સ્પાર્ટ વિલેજ યોજનાનો અસરકારક અમલ કર્યો છે. રાજય સરકારના આયોજનબદ્વ અમલીકરણનું સુંદર પરિણામ આજે મોવાણ ગ્રામ પંચાયતમાં ૧૪ લાખના ખર્ચે તૈયાર થયેલ અતિ આધુનિક બિલ્ડીંગમાં જોવા મળી રહયું છે.

અત્રે નોંધનીય છે કે મોવાણ ખાતે બિલ્ડિંગથી ૫૦૦૦ જેટલા લોકોને સુવિધાનો લાભ મળશે. લોકાર્પણ પ્રસંગે શરૂઆતમાં મહાનુંભાવોનું ફુલના હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ રીબીન કાપી બિલ્ડીંગને ખુલ્લી મુકી હતી. પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી મુળુભાઇ કંડોરીયા, ખંભાળીયા તાલુકા વિકાસ અધિકારીશ્રી ભટૃ, ગામના સરપંચશ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.