Back

ખંભાળિયા મા મુસ્લિમ સમાજે મોબલિંચીગ ની ઘટનાના વિરોધમાં આપ્યું આવેદનપત્ર.


ઝારખંડ માં તાબરેજ અન્સારી નામના મુસ્લિમ યુવાનને હિંસક ટોળા દ્વારા મોતને ઘાટ ઉતારી દેવાના મોબલિંચિંગના બનાવે સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે.દેશના મુસ્લિમ સમુદાયમાં આ ઘૃણાસ્પદ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ખંભાળિયા તેમજ આસપાસના ગામો આ બનાવને વખોડી કાઢવા આગેવાન પ્રતિનિધિ મંડળે કલેકટર ને આવેદન સુપ્રત કર્યું હતું. આ વેળા એ મુસ્લિમ સામાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ રજુઆત કરી હતી કે દેશમાં મોબલિંચિંગ ઘટનાઓ ચિંતાજનક હદે વધિ રહી છે. જે દેશની સંસ્કૃતિ પર કલંક છે. તેને અંકુશમાં મુકવા અને આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવા માંગ કરી હતી.


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા