Back

સાયબર ક્રાઇમના નાણાકીય છેતરપિંડીના બનાવમાં ભોગ બનનાર ના રૂ.૪૮૦૦૦/- પરત મેળવી આપતી દેવભૂમિદ્વારકા સાઇબર ક્રાઈમ સેલ.


દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુનીલ જોશી સાહેબનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિરેન્દ્ર ચૌધરી સાહેબનાઓએ સાયબર ક્રાઇમ ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપ્યા મુજબ અત્રેના જીલ્લામાં સાયબર ક્રાઇમ સેલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.એમ.ચાવડા સાહેબના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ સેલ,દેવભૂમિ દ્વારકાના પો.કોન્સ.ધરણાંતભાઇ ખીમાભાઇ બંધિયા,પો.કોન્સ. નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, પો.કોન્સ. મુકેશભાઇ અરજણભાઇ કેશરીયાનાઓ દ્વારા લોન - લોટરી ફ્રોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફ્રોડ, જોબ ફ્રોડ , શોપીંગ ફ્રોડ , આર્મીના નામે OLX / ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા સાયબર ક્રાઇમ સેલ હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે. 

અત્રેના જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા બનાવમાં અરજદારશ્રી શોમજીભાઇ ગંગારામભાઇ કોટક ,  સાથે થયેલ ફ્રોડની રકમ પરત અરજદારશ્રીને અપાવી સરાહનીય કામગીરી કરેલ . આ કામની હકીકત એવી કે , ગઇ તા.૦૭/૧૧/૨૦૨૦ ના રોજ અરજદારશ્રીના મોબાઇલ નંબર પર ફોન આવેલ કે " તેમનું બેંક ખાતુ બ્લોક થઇ જાય તેમ છે . જેથી બેંક ખાતુ ચાલુ રાખવા માંગતા હોવ તો ડેબીટ કાર્ડ નંબર અને ઓ.ટી.પી. નંબર આપો . " અરજદારે ડેબીટ કાર્ડ નંબર તથા ઓ.ટી.પી. નંબર આપતા તેઓના ખાતામાંથી કુલ રૂ.૪૮,૦૦૦ / - ઉપડી ગયેલ છે . ઉપરોકત ટ્રાન્ઝેકશન અરજદારશ્રીની જાણ બહાર Sahipay ગેટવે પર થયેલ હતું . એ રીતે બેંક એકાઉન્ટમાંથી અનઓથોરાઇઝ ટ્રાન્ઝેકશન ( Unauthorized Transaction ) થયેલ હતું , જેમાં કુલ રકમ રૂા.૪૮૦૦૦/- સંપર્ક કરતા સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલીક જરૂરી પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે ભોગ બનનારની રકમ રૂ.૪૮૦૦૦/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે .


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા

ખંભાળીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઈલ પર મેળવવા નીચેના ગ્રુપમાં એડ થવા વિનંતી..