Back

જનરલ હોસ્‍પીટલ ખંભાળીયાની મુલાકાત લેતા આરોગ્‍ય કમિશ્‍નર

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં આવેલ જનરલ હોસ્‍પિટલ ખાતે રાજય કક્ષાએથી જયપ્રકાશ શિવહારે કમિશ્નર, આરોગ્ય, ત.સે. અને ત.શિ., ગાંધીનગર દ્વારા મુલાકાત લીધેલ તેમની સાથે સ્ટેટ લાઈઝન ઓફિસર ડો.દિનકર રાવલ તથા વિભાગીય નાયબ નિયામક, ડો. રૂપાલી મેહતા જોડાયા હતાં.

હાલમાં જિલ્લામાં મળેલ ડેન્ગ્યુની સ્‍થિતિ વિશે કલેકટર, નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડો. આર.બી.પટેલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં રોગચાળાની સ્‍થિતિ વિશે ચર્ચા કરેલ હતી..

જિલ્લાની કામગીરીનો રીવ્યુ કરતાં તાલુકા અને પ્રા.આ.કેન્દ્ર વાઈઝ ડેન્ગ્યુ પોઝિટીવ કેસ તથા પોરાનાશક કામગીરી વગેરેની માહિતી મેળવેલ. હાલમાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાની પરિસ્‍થિતિને ધ્યાને લઈ બીજા જિલ્લામાંથી ૧ર એમ.બી.બી.એસ. ડોકટરોને ડેપ્યુટેશન પર મુકવામાં આવેલ છે તેમજ જિલ્લામાં એમ.બી.બી.એસ. ડોકટરોની ઘટને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકા માટે કુલ-૧૩ નવા આયુષ તબીબની જગ્યા મંજુર કરવમાં આવેલ. તેમજ એમ.પી.એચ.ડબલ્યુની ખાલી જગ્યાઓને ધ્યાને લઈ ખાલી જગ્યાઓ આઉટસોર્સીંગથી ભરવાની મંજુરી પણ આપેલ. બેઠક બાદ કમિશ્નરએ જિલ્લાના તમામ અધિકારીઓ સાથે જનરલ હોસ્‍પિટલની મુલાકાત લઈ હોસ્‍પિટલની સેવાઓ સુધારવા મહત્વના સુચન પણ કરેલ.