Back

હાલનાં તબક્કે મુસ્લિમ સમાજે ફકત ને ફક્ત પ્રોજીટીવ થિન્કિંગ સાથે શિક્ષણ અને સામાજીક ક્ષેત્રમાં આગળ વધવા ની જરૂર

હાલનાં તબક્કે મુસ્લિમ સમાજે ફકત ને ફક્ત પ્રોજીટીવ થિન્કિંગ સાથે શિક્ષણ અને સામાજીક ક્ષેત્રમાં આગળ વધવા ની જરૂર છે...શકીલ સંધી !!

વર્તમાન પરિસ્થિતિ પર નજર નાખીએ તો હાલના તબક્કે આપણા પોતાના સમાજને  પારખવું એ પણ અઘરું કામ છે.

      ખરેખરમાં તો આપણને એ વાતનું ગૌરવ હોવું જોઇએ કે આપણે વિશ્વના સૌથી સાદગી વાળા અને પસંદદિદા ધર્મ મજહબે ઈસ્લામ અને તેમાં પણ પાયાના ત્રણ સિદ્ધાત ૧. એક અલ્લાહ ઉપર ઈમાન ૨. નમાજ ૩.રોજા અને આ ત્રણેય સિદ્ધાત ને પૂર્ણ કરવા માટે કોઈ રૂપિયા ની જરૂર પડતી નથી..

સાથે સાથે માનવતા અને ભાઈચારાની ભાવના ખૂબ જોવા મળે છે તે આપણો પ્લસ પોઇન્ટ કહેવાય.

ગમે તેવો કપરો સમય હોય કે પછી પરિસ્થિતિ આપણી જે પાયાની શ્રદ્ધા નસીબ ઉપરથી આશા છોડવી નહી અને સાથે નશીબ ઉપર બેસી રહેવું પણ નહી અલ્લાહ પાકે કોઈપણ માનવીનું નશીબ બનાવી કોઈ એક કાર્યપર તેને બાંધી રાખેલ નથી તે અવશ્ય યાદ રાખવું જોઇએ કે માનવીને તેના પ્રયત્નો અને વિચારો થકી તેની રોજી રોટી મેળવવા પણ આઝાદ રાખેલ છે.

                          આપણે સૌ થોડા માં ઘણું સમજી અલ્લાહનો શુક્ર ગુજારી જીવન વિતાવતા આવ્યા છીએ અને મુશ્કેલીઓ માં પણ ધૈર્ય અને સંયમતા ની સાથે જીવન વિતાવવા ની  સલાહીયત પણ મક્કમપણે આપણી કોમ માં અલ્લાહ પાકે આપેલ છે.તે અલ્લાહ પાક નો અહેસાન છે હવે ફક્ત એકજ ધ્યેય નક્કી કરી આગળ વધવા ની ખાસ કરીને જરૂર છે.

             હાલના નોલેજ ના જમાના માં વાંચન પ્રેમ યુવાઓમાં જગાડવા માટે પણ નાના નાના સેમિનારો અને સ્પર્ધાઓ યોજવાથી પણ વાંચન પ્રેમ જગાડી શકાય તેમ છે.

         સમયની માંગ પ્રમાણે હવે જો આપણે આપણા સમાજમાં અવાર નવાર જમીની લેવલપર કામ કરતા વધુ સારી રીતે યોજના અંતર્ગત યુવાવર્ગ ને પ્રોત્સાહિત કરી દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે પણ પ્રયત્નો કરવા પડશે અને હવે જો આ પેઢીને જગાડવામાં આપણે અસમર્થ રહ્યાં તો પછી ક્યારેય પણ આપણે આપણા સમાજમાં જાગરૂકતા લાવી શકવાના નથી એ પણ એક સત્ય છે તેને પણ સ્વીકારવાની જરૂર છે.

      *સમાજના અગ્રણીઓ જેવી રીતે ચૂંટણી આવતા પ્રચાર પ્રસાર માં લાગીજાય છે પોત પોતાની વિચારધારા ના પક્ષ હેઠળ તેવીજ રીતે સમાજ માટે શિક્ષણ અને સામાજીક જાગરૂકતા અને વૈચારિક પરિવર્તન માટે પણ પ્રચાર પ્રસાર કરે તો પણ સમાજમાં કેટલાક અંશે બદલાવ લાવી શકાય તેમ છે !!*


             *શકીલ સંધી !!*

           *૯૯૨૪૪૬૧૮૩૩*


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા