Back

શકીલ સંધી દ્વારા ૧૪૨. મી. મુસ્લિમ સમાજ ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું..!!

રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ... શકીલ સંધી દ્વારા ૧૪૨. મી. મુસ્લિમ સમાજ ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું..!!

આજ રોજ શકીલ સંધી નું રિપોર્ટર મુસ્તાકભાઈ સોઢા દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો અને જાણવા મળ્યું કે જનાબ શકીલ સંધી મુસ્લિમ સમાજની પ્રગતિ માં અવરોધ રૂપ સમસ્યાઓ કઈ કઈ છે અને તેના સમાધાન માટે સમાજના બુદ્ધિશાળી વર્ગ અને યુવાવર્ગે હવે કઈ દિશામાં આગળ વધી સમાજને શિક્ષિત સમૃદ્ધ રોજગાર યુક્ત વ્યસનમુક્ત સમાજના નિર્માણ માં મહત્વનું યોગદાન આપી આગળ વધવા માટે એક પ્લેટફોર્મ ઉભું કરવાની ખાસ જરૂર છે..!

સાથે સાથે સમાજના પડતર પ્રશ્નો ને વાચા આપી સમાજમાં થી કુરિવાજો નાબૂદ કરવાના પ્રયાસોને વેગ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ અને અમુક ચોક્કસ દિશામાં આગળ વધવા ખોટાં ખર્ચ ઉપર પણ કાપ મુકવાની ખાસ જરૂર છે ..વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે મુસ્લિમ સમાજ ગુજરાત ની સાથે દેશના દરેક રાજ્યમાં મુખ્યધારા થી વંચીત સમુદાયમાં તો ઠીક પણ વંચીત માં પણ વંચીત સમાજની કેટેગરીમાં મુકાઈ ગયો છે ...તેના પાછળ ક્યાં પરિબળો જવાબદાર છે તેની પણ જમીન લેવલપર ટ્રીટમેન જરૂરી છે ....તેમનો મુખ્ય હેતુ સમાજને કોઈપણ સંજોગોમાં મુખ્યધારામાં લાવી અને એક સુખી સમૃદ્ધ શિક્ષિત અને સક્ષમ સમાજમાં મુસ્લિમ સમાજની પણ ગણના થાય તેવા ભગીરથ પ્રયાસો કરવામાં આવે તેવી આશા વક્ત કરવામાં આવી હતી સાથે સરકારી યોજનાઓ ના લાભથી પણ અમુક ચોક્કસ પ્રકારની જાણકારી ના હોવાને કારણે પણ સમાજ ઘણી બધી યોજનાઓ થી પણ વંચીત રહે છે તેના માટે પણ આગામી સમયમાં યોગ્ય જાણકારી મેળવી નાના માં નાના ગામ અને છેવાડાના માનવી સુધી નાંની શિબિરો નું આયોજન કરી આયોજન બંધ સરકારી યોજનાઓની જાણકારી આપી ને પણ સમાજને તેનો લાભ મળે તેવા કર્યો અમારી ટિમ દ્વારા કરવામાં આવશે તેવું *જનાબ શકીલ સંધી એ જણાવ્યું હતું*


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા