Back

ખંભાલીયા શહેરમાં સ્વચ્છતા ઝુંબેસના ધજાગરા.


દેવભૂમિ દ્વારકા જીલાના ખંભાળિયા નગરપાલિકા ના સતાધિસો સ્થાનિક લોકોની મુશ્કેલીઓ અને લોકોના સ્વાસ્થય નું વિચાર કર્યા વિના કુંભકર્ણ રૂપી ઘોર મીઠી નિંદ્રા માણી રહેલ છે ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાયાની પ્રાથમિક સુવિધાઓ સમાન ઉભરાતી ગટર પ્રશ્ન ને લઈ ને લોકોમાં ભારે અસંતોસ વ્યાપી ગયેલ છે . જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ મા કામગીરી આવવા છતાં આંખ આડા કાન કરીને પ્રજાજનોને  અનેકવિધ અસુવિધાઓ ભેટ સ્વરૂપે આપી રહેલ છે. પાલિકા ઘોર નિંદ્રા મા હોય તેવું લાગી રહ્યું છે . ત્યારે ખંભાળિયા માં  એડવોકેટ બિલ્ડીંગ પાસે,  ગટરનું ગંદુ પાણી વાર વાર ઉભરાય જાય છે. આ ગટર ના પાણી ઉભરાતા રોગચાળો ફાટી નીકળે તેવી પુરે પૂરી શકયતા છે. ગટર ઉભરાઇ જતા રાહદારીઓ અને વાહન ચાલકો ને મુશ્કેલીઓને સામનો કરવો પડે છે. તંત્ર દ્વારા કેમ કામગીરી કરવામાં આવતી નથી. તેથી પ્રજાજનો માં નગરપાલિકા વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.


રિપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા