Back

બળાત્કાર,પોકસો,અને આઈ,ટી,એકટ જેવા ગંભીર ગુના ના આરોપી ને ગણતરી માં પકડી પડતી દેવભૂમિ સાયબર ક્રાઇમ બ્રાન્ચ.


દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સાયબર ક્રાઈમના ગુન્હાઓ શોધવા તથા અટકાવવા માટે રાજકોટ રેન્જ DIG શ્રી સંદીપસિંહ સાહેબ તથા જીલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ સાહેબ તથા ASP શ્રી પ્રશાંત સુંબે સાહેબે સાયબર ક્રાઈમના ગુના ડીટેકટ કરવા તથા ગુનેગારો શોધવા અંગે સાયબર ક્રાઈમ સેલના પી.એસ.આઈ.શ્રી એ. આર. ગોહિલ સાહેબને સુચના અને માર્ગદર્શન આપેલ , તે મુજબ નીચે મુજબના ગુન્હાના આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઈમ સેલ , દેવભુમી દ્વારકા પોલીસ .

ખંભાલીયા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર . નં ૮૮ /૨૦૧૯ , તા.ર૬/ ૦૯/૨૦૧૯ ગુન્હો ઇ.પી.કો. કલમ ૩૭૬(૨)(N) , ૪૨૦,૫૦૬(૨) પોકસો એકટ કલમ - ૪,પ(એલ) ૬ આઇટી એકટ કલમ - ૬૬,૬૬ (સી),૬૬(ડી),૬૬(ઇ)૬૭,૬૭ (એ) તે એવી રીતે કે , આ કામના ફરીયાદીને આ કામ ના આરોપીએ જબરજસ્તીથી શરીર સબંધ બાંધી ત્યાર બાદ ફરીયાદીને ધમકીઓ આપી , ફરીયાદીના મોબાઇલમાંથી ફરીયાદીના ન્યુડ વિડીયો તથા ફોટોગ્રાફ મોકલવા દબાણ કરી આ વિડીયો ફોટોગ્રાફ મેળવી ફરીયાદી સાથે સગીર વયે ત્રણ થી ચાર વખત ઇચ્છા વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધી ન્હાતી વખતેનો ન્યુડ વિડીયો બનાવી જો ફરીયાદી આરોપીના કહેવા મુજબ શરીર સબંધ નહિ બાંધે તો ફોટા તથા વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપેલ તથા ફરીયાદીના પતિને ફેસબુક મેસેંઝર ધ્વારા ભોગબનનારના ન્યુડ વીડીયો તથા ફોટોગ્રાફ અલગ અલગ ફેક આઇડીથી તેના પતિના મોબાઇલમાં મોકલી ફેસબુક મેસેંઝર કોલ કરી ધમકી આપી ફરીયાદી ચારીત્રહિનનું આળ મુકી પોતાના પતિને છોડી પોતાની સાથે સંબંધ રાખવા ધમકી આપી ગૃહો કર્યા બાબત .  ઉપરોકત ફરીયાદની હકિકત જાણી , સાયબર ક્રાઈલ સેલ ટીમ PSI શ્રી એ.આર .ગોહિલ , PC ધરણાંત કે .બંધિયા તથા PC નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ફરીયાદી પાસેથી , ટેકનીકલી આરોપીના ૪ ફેક ફેસબુક એકાઉન્ટ અંગેના તમામ સ્ક્રીનશોટસ એકત્ર કરવામાં આવેલ તથા તે અંગે તપાસ હાથ ધરવામાં આવેલ , જે અન્વયે આરોપી દ્વારા ફેક ફેસબુક એકાઉન્ટમાંથી ફરીયાદીના પતિ સાથે ચેટ કરેલ તથા ફરીયાદીનાબિભત્સ ફોટો અને વીડીયો મોકલાવેલ તે અંગેની માહિતી એકત્ર કરી બાદમાં અત્રેની કચેરી સાયબર સેલ દ્વારા ઉપરોકત ફરીયાદના આધારે તથા વિવિધ ટેકનીકલ રીસોર્સને આધારે ફેસુબક સાશીયલ સાઈટ પાસેથી આ અંગેની તમામ માહિતી મંગાવવામાં આવેલ જે અન્વયે આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવેલ યુ.આર.એલ.એડ્રેસ, આરોપી દ્વારા ઉપયોગમાં લીધેલ ડીવાઈઝ , સીમ કાર્ડ નંબર તથા આરોપીના મેઈલ એકાઉન્ટના વિગેરેની માહિતી મેળવામાં  આવેલ , ત્યારબાદ ટેકનીકલ રીસોર્સના આધારે ઉપરોકત તમામ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનાર ઈસમ અનીલ વીરમભાઈ રાજગોર , ઉં.વ.૩૭, ધંધો - કોન્ટ્રાકટર,રે. સોનલનગર , ખોડીયાર કોલોની , જામનગર તપાસમાં ખુલવા પામેલ હોય , ત્યાર બાદ ઉપરોકત આરોપીને ગણતરીના કલાકોમાં સાયબર સેલ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવેલ તથા આગળની તપાસ ચાલુ છે .


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા