Back

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના યુવા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ.


ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતીઓ વિભાગ - ગાંધીનગર દ્વારા આયોજિત દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના યુવા મહોત્સવ 2019 પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ - ભાણવડ ખાતે તા.16/11/2019 ના આયોજન કરવામાં આવ્યું સંગીત શિક્ષા વિશારદ (B.Ed Music) તેમજ શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટ -  (દેવભૂમિ દ્વારકા) પ્રમુખ કમલેશભાઈ આર.બથીયા તથા સંગીત શિક્ષા વિશારદ (B.Ed Music) પર્સોતમભાઈ કછેટીયાની સંગીત નિર્ણાયક તરીકે નિમણૂંક આપવામાં આવેલ નિર્ણાયક તરીકે ભૂમિકા નિભાવવા બદલ રમત ગમત, યુવા સાંસ્કૃતિક  વિભાગ દેવભૂમિ દ્વારકા અને પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ - ભાણવડ દ્વારા સન્માન કરવામાં આવેલ જે બદલ રમત ગમત વિભાગ- દેવભૂમિ દ્વારકા માનનીય જિલ્લા ડી.એસ.ઓ. રાવલિયા સાહેબ તથા સ્ટાફ,  જિલ્લા કન્વીનરશ્રી અને પુરુષાર્થ શૈક્ષણિક સંકુલનો કમલેશભાઈ બથીયા તથા પર્સોતમભાઈ કછેટીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ આ તકે પુરુષાર્થ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશ દ્વારે લખેલું વાક્ય *" સત્ય   પ્રેમ   કરૂણા " જોતા કમલેશભાઈ બથીયા દ્વારા જણાવ્યુ કે પરમ વંદનીય પૂજય મોરારી બાપુનાં દર્શનની "સત્ય  પ્રેમ  કરૂણા" ની વાણીની ઝાંખીના દર્શન કરાવ્યા પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ ભાણવડ એ સંસ્કારનું મંદિર છે.*