Back

ખંભાળિયા માં ડોકટરો નો અભાવ હોવાથી ઉપવાસ આંદોલન.


દેવભૂમિ દ્વારકા જીલાના ખંભાળિયા માં જનરલ હોસ્પિટલ કરોડો ના ખર્ચે બનાવવામાં આવેલ છે. ખંભાળિયા સહિત સમગ્ર  દેવભૂમિદ્વારકા જિલ્લામાં   હાલ ડેન્ગ્યુ  તેમજ રોગચાળા એ ભરડો લઈ લીધો છે. પરંતુ હાલ ડોકટર નો પૂરતો સ્ટાફ પૂરો ન હોવાના કારણે દર્દીઓને મુશ્કેલી ઓનો સામન કરવો પડે છે. ડોકટર નો અભાવ હોય જેને લઈને સામાજિક કાર્યકર મહમદહુસેન ભગાડ, દેસુર ધમા, તેમજ યુવા સામાજિક કાર્યકરો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે. અને એવી  માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ના ધોરણે ડોકટર નો સ્ટાફ મુકવામાં આવે.


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા