Back

ખંભાળિયા ખાતે સરકારી બાબુઓ અને રાજકારણીઓ સસ્તી પ્રસિદ્ધિ દેખાવ કરવાનું બંધ કરો- ઈમ્તિયાઝખાન લોદીન


આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની જન્મ જયંતી નિમિત્તે રાજકારણીઓ અને સરકારી બાબુઓ દ્વારા સસ્તી પ્રસિદ્ધિ  માટે સમગ્ર દેશમાં સફાઈ અભિયાન ના નામે  સ્વચ્છ ભારત ની વાતો કરી માત્ર દેખાવ કર્યો છે. આજની તારીખે ખંભાળીયા ખાતે પવિત્ર એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ના અનેક વિસ્તારોમાં ગંદકી કચરાના ગંજ રોગચાળો ફાટી નીકળ્યો છે તાજેતર નો દાખલો ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં મોટા આંકડામાં દર્દીઓનો ધસારો થયો હતો ત્યારે મોટાભાગે તાવ અને ચેપી રોગના દર્દીઓ હોવાનું જાણવા મળ્યું હતું ચેપીરોગ મચ્છરો ના ઉપદ્રવથી થાય છે જે સૌ જાણે છે અને મચ્છર ગંદકી થાય છે તે પણ બધા જાણે છે તો માત્ર આજે ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને આત્માને શાંતિ મળે તેવા કાર્યો કરવાના બદલે તેની આત્મા દુભાઈ!! તેવા તુંત ઉભા કરી રાજકારણીઓ અને સરકારી બાબુઓ સસ્તી પ્રસિદ્ધિ દેખાડવા માટે સામે હાથમાં લઇ દેખાવ કરવાનું બંધ કરે તેમ ઈમ્તિયાઝ ખાન લોદિન એ જણાવ્યું છે સરકારી એરકન્ડીશન કાર અને ઓફિસમાં બેસનારા આજે મહાત્મા ગાંધીના 150 માં જયંતિ નિમિત્તે જે દેખાવ કરી કાર્ય કરેલ છે તે ઘણું દુઃખ છે. ખરા અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લાના માં અને ખંભાળિયા વિસ્તારમાં જ્યાં મોટાભાગે સરકારી કચેરીઓને મોટાભાગે જિલ્લાકક્ષાની ઓફિસો છે તે વિસ્તારમાં ગંદકીના ખડકલા ખરા અર્થ  સાફ કરી સાચી સ્વચ્છતા અભિયાન કરી મહાત્મા ગાંધીને જન્મ જયંતી પાઠવ્યા તોય ઘણું છે. ખોટા દેખાવ કરી આત્માને દુખાવાનું સસ્તી પ્રસિદ્ધિ બંધ કરો !!!?


ઈમ્તિયાઝખાન લોદીન

સદસ્ય ખંભાળિયા નગરપાલિકા 

વોર્ડ નંબર 1