Back

જો તમે સફળતા ઈચ્છતા હોવ તો કદી સંઘર્ષથી દૂર ભાગી ન શકો....શકીલ સંધી !!


        હકીકતએ છે કે  સમાજમાં તમે આત્મીયજનોને સુધારવાની કોશિશ કદી ન કરશો તેઓ જેવા છે તેવાજ તેમને સ્વીકારી લો..

      હવે સમયની માંગ પ્રમાણે તમો જો તમો આફતને ગણસો માર્ગ નો અંત તો નિરાશા અવસ્ય લાધસે જો તેને પડકાર સમજી સ્વીકાર કરશો તો એક ઉત્સાહ નો સંચાર તમારી અંદર પ્રસરી ઉઠશે અને એટલું જીવનમાં યાદ રાખી વિચાર કરજો તમારા જીવનમાં અજાણ્યા શખ્સો ક્યારેય આઘાત આપશે નહી કારણ કે તેઓની પાસે થી ક્યારેય આપણે આશા કે અપેક્ષા રાખી નથી જીવનમાં ચિંતા એતો અપેક્ષિત અનિચ્છનીય ઘટનાનો સક્રિય પ્રતિકાર છે જે તમને નબળા પાડે છે અને અનિચ્છનીય ઘટનાને મજબૂત બનાવે છે...

     જો આપણે સેવજ બની સેવાજ કરવી હોય તો કોઈની પાસેથી કશાની અપેક્ષા ન રાખશો

અને તમારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિ પાસે થી ક્ષમતા અનુસારજ કામગીરી લેવાનો આગ્રહ રાખો તો તમે કોઈ વસ્તુને લાભ મેળવવાની ઈચ્છા વિનાજ મેળવશો ...

    જીવનમાં પ્રેમની કદી ન કરશો માંગણી પ્રેમાળ બનીને પ્રેમને મેળવો અને પછી જુઓ તમને કોઈ આઘાત આપવાની હિંમત પણ નહીં કરે...

     જે લોકો કદી પ્રયત્નજ નથી કરતા તેઓ કદી નિષ્ફળ જતાં નથી પછી એ લોકોને ક્યાંથી ખબર પડે કે નિષ્ફળતા એ સફળતા ની સીડી નું પહેલું પગથિયું છે.....

        ખરેખરમાં જો તમે સફળતા ઇચ્છતા હોવ તો કદી સંઘર્ષથી દૂર ભાંગી ન શકો..સંઘર્ષ તો એવા સ્થળે પહોંચવાનો પ્રયાસ છે જ્યાં પહોચી શકાય તેમ નથી એતો આપણા દિલને પણ ખબર હોય છે..

        *છેલ્લે એટલુંજ કહીશ કે યાદ રાખવા જેવી બાબત એ છે કે કોઈ ગધેડો અશ્વદોડમાં જીતીજાય અથવા શાપ દૂધ આપવા લાગે તેવી અપેક્ષા કદી ન રાખશો !!*


             *તમારો પોતાનો !!*


               *શકીલ સંધી !!*

              *૯૯૨૪૪૬૧૮૩૩*