Back

મુસ્લિમ એકતા મંચ ના ઈમ્તિયાઝ પઠાણ ને મળી રહેલી ધમકી સામે કાર્યવાહી કરવા આવેદન અપાયું.


ગુજરાતના સામાજીક મુસ્લિમ અગ્રણી ઈમ્તિયાઝભાઈ પઠાણને ફોન ઉપર થોડા દિવસથી મારી નાખવાની ધમકી મળી , હતી તે બાબતે આજરોજ ખંભાળિયા મુકામે  કલેકટર થ્રુ ગૃહ રાજયમંત્રી ને  આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. ગુજરાતમાં મુસ્લિમ સમાજના સુખાકારી તેમજ સમાજ માટે કાયદાકીય અને સૈવિધાનિક લડત લડતા સંગઠન મુસ્લિમ એકતા મંચ ગુજરાતના પ્રમુખ ઈમ્તિયાઝભાઈ પઠાણને જાનથી મારી નાખવાની ધમકી મળી રહે છે . તેમજ તેઓએ આ બાબત અંગે અનેક વખત રજૂઆત પણ કરેલ છે. જેની પોલીસ ફરીયાદ જૂનાગઢ એ ડિવીઝનમાં નોંધાવેલ છે . ઈમ્તિયાઝભાઈ પઠાણ મુસ્લિમ સમાજના ગૌરવ સમાન વ્યક્તિ છે . અને યુવા લીડર છે તેમજ સમાજના દરેક પ્રશ્ન તેઓ હંમેશ અગ્રેસર રહી સમાજના પ્રશ્ન ઉકેલવા પ્રયાસો કરતા હોય છે . ઈમ્તિયાઝભાઈને અસામાજીક તત્વ દ્વારા ધમકી આપનાર સામે તાત્કાલીક ધોરણે કાર્યવાહી થાય અને આરોપી સામે સખ્ત કાર્યવાહી થાય  તેમજ સરકાર તરફથી કાયમી ધોરણે પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી .

 આ અંગે ખંભાળિયા માં રાજયના ગૃહમંત્રીને સંબોધીને દેવભૂમિદ્વારકા જીલા  કલેકટર  ને આવેદન આપેલ.