Back

યુવતી ના નામનું ફેક ઇન્સટાગ્રામ આઈ.ડી.બનાવી લોકો સાથે ઠગાઈ કરતા ઈસમ ની ધરપકડ

યુવતી ના નામનું ફેક  ઇન્સટાગ્રામ આઈ.ડી.બનાવી લોકો સાથે ઠગાઈ કરતા ઈસમ ની ધરપકડ કરતી દેવભૂમિદ્વારકા સાયબર ક્રાઇમ સેલ.

ભાટીયામાં યુવતીના ફેક ઈન્સ્ટાગ્રામ પ્રકરણમાં દ્વારકા જિલ્લા સાયબલ સેલે આરોપીને ઝડપી લીધો હતો . કલ્યાણપુર તાલુકામાં મોબાઈલનું વ્યવસાય કરતા વેપારી દ્વારા એક યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ બનાવી એકાઉન્ટમાં બીભત્સ ફોટા શેર કરી ફરિયાદીના મોબાઈલ નંબર નો ઉપયોગ કરવામાં આવેલ તથા અમુક ખરાબ વસ્તુ લેવા માટે રિયાદીના મોબાઈલ નંબર નાખી તેનો સંપર્ક કરવામાં આવતા રિયાદીને આ બાબતે જાણ થતાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હતી . આ ફરિયાદને આધારે જિલ્લા સાયબર સેલ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરતા કલ્યાણપુર તાલુકાના ભાટીયા ના જીઈબી વિસ્તારમાં રહેતા અને મોબાઇલની દુકાન ધરાવતા આરોપી શૈલેષ નારણ પુરી ગોસ્વામી જાતે બાવાજી ઉમર વર્ષ ૨૭ એ ફરિયાદીના બહેન ના નામનું તથા ફરિયાદીના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ઇન્સ્ટાગ્રામ માં હેક આઈડી બનાવી ખરાબ ફેટા શેર કરી અમુક ખરાબ ચીજવસ્તુઓ લેવા રિયાદીના મોબાઈલનો ઉપયોગ કર્યા હોવાનું સામે આવતા સાયબર સેલ દ્વારા તેને ઝડપી પૂછપરછ હાથ ધરતા આરોપીએ ફરિયાદીને અમુક રૂપિયા ઉછીના આપેલ હોય અને આ રૂપિયાની વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ ફરિયાદીએ આરોપીને ઉપરોક્ત રૂપિયા આપવાની ઘસીને ના પાડી દેતા તેનુ મનદુઃખ રાખી ઉપરોક્ત ગુનો કર્યાનો તપાસમાં સામે આવ્યું હતું .