Back

ખંભાળિયા માં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ના નામે લોલમ લોલ


સરકાર સ્વચ્છતા માટે લખલૂટ ખર્ચ કરીરહી હોય ત્યારે દેવભૂમિ દ્વારકા નું  ખંભાળિયા એક એવું શહેર જોવામળીરહ્યું છે આ શહેરમાં સરકાર દ્વારા ચલાવવામાં આવીરહેલ "સ્વચ્છ ભારત અભિયાનની" ઉલટી ગંગા જોવામાં આવેછે. ખંભાળિયા એક એવું શહેર છે કે અહીં જ્યા નજર નાખો ત્યાં કચરા ના ઢગલા ઓ અને ગંદકી જ ગંદકી જોવામળે છે સરકાર  લખ લૂંટ ખર્ચ સ્વચ્છતા માટે કરી રહી છે ત્યારે અહીં તંત્ર દ્વારા રેગ્યુલર સફાઈ થતી નથી. હાલ ખંભાળિયા શહેરમાં રોગચાળાએ પણ અજગર ભરડો લીધો હોય તેવું જોવા મળે છે. ઘેર ઘેર માંદગી ના બીછાનાઓ જોવા મડી રહ્યા ત્યારે અમુક કહેવાતા કાર્યકરો માત્ર ને માત્ર ફોટાઓ પડાવી પ્રજાજનોને મસમોટા વાયદાઓ કરી હાંસિપાત્ર બનાવી જતા રહેછે. સતામાં બેસેલા રાજકારણીઓ  ફક્ત આવા ફોટા પાડવા આવે છે.અને જવાબદાર અધિકારી ઓ માત્ર ને માત્ર Ac ઓફિસ માં બેસી પોતાના ખિસ્સાઓ ગરમ કરવામાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે   આ સરકારી બાબુઓને પ્રજાની પરેશાની દૂર કરવામાટે તેઓ પાસે ફુરસળજ હોતી નથી ઉપર થી સૂચના આવતા તેઓ ફોટા સેસનનું નાટક કરવા માટે બધા આવી જાયછે. અને સ્થિતિ જઇસે થે જ જોવામળતી હોઈ ચૂંટણી સમયે ભોળી પ્રજાને મસમોટા વચનો મત માટે આપી જતા હોઈ છે પરંતુ પ્રજાજનોની તકલીફ જોવાનો આ મહાસયો પાસે પણ લોકો ની પરેશાનીઓ દૂર કરવા માટેનો ટાઈમ જ હોતો નથી 


લોકો ગંદકી થી ખદબદી રહેલા ખંભાળિયા શહેરને સરકારશ્રીના મિશન અંતર્ગત સ્વચ્છ ભારત ના અભિયાનને જવાબદાર તંત્ર કુંભ કર્ણ ની ઘેરી નિંદ્રામાં પોઢેલું તંત્ર આળસ ખંખેરી ક્યારે જાગશે એ વીસે તો હવે લોકોએ જોવુજ રહ્યું.

 ખંભાળિયા એક એવું શહેર છે કે આ શહેર ની ગંદકી વિસે અવાર નવાર સમાચારો પ્રસિદ્ધ થતા રહેતા હોઈ છે પરંતુ તેમ છતાં પણ આ પેધી ગયેલા સરકારી બાબુઓ નું પેટનું પાણી પણ હલતું નથી રોગચારા એ પણ જાણે માજા મૂકી હોઈ તેમ અહીંની હોસ્પિટલો પણ દર્દી ઓ થી ઉભરાયેલી રહેતી જોવામાં આવી રહી છે જાણે ખંભાળિયા નગરપાલિકા ને જાણે કોઈ વિશ્વ રેકોર્ડ કરી "ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ" માં પોતાનું નામ નોંધાવવું હોય એવી પણ લોકો દ્વારા ચર્ચાઓ કરવામાં આવી રહી છે


જો હવે તાત્કાલિક પાલિકા દ્વારા કોઈ પગલાંઓ ભરવામાં નહિ આવેતો અહીંના લોકો ગાંધી ચીંધ્યા માર્ગે પણ જતા અચકાશે નહિ તો હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આળસ ખંખેરી જાગશે કે પછી ........... એતો હવે જોવુજ રહ્યું........