Back

ખંભાળિયા માં ફક્ત 12 વર્ષ ની ઉંમરે મોહમદઆમીર રઝા હાફીઝે કુરઆન બન્યા.


દેવભૂમીદ્વારકા જીલાના  ના ખંભાલીયા માં આવેલ  મદીના મસ્જિદ પાસે *દારૂલ ઉલુમ અનવારે મદીના* માં તાલીમ મેળવી રહેલ *મોહમદઆમીર રઝા* જેમની ઉમર ફક્ત *12* વર્ષ જેટલી હોય અને દારૂલ ઉલુમ માં તાલીમ લઈ ને હાફીઝે કુરઆન બન્યા.  આટલી નાની ઉંમરે હાફીઝે કુરઆન બનવાથી ખંભાળિયા શહેરમાં નવો ઇતિહાસ રચ્યો છે. તેમજ તેમના માતા-પિતા તથા સમગ્ર દેવભૂમિદ્વારકા જીલાનું નામ રોશન કરેલ. નાની ઉંમરે હાફીઝે કુરઆન બનવાથી ઠેર ઠેર શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે. તેમજ સોસીયલ મીડિયા માં પણ શુભેચ્છાઓ મળી રહી છે. તેમજ હઝરત મૌલાના સૈયદ યુનુસબાપુ બુખારી તથા તેના સ્ટાફ દ્વારા બીજા બાળકોને પણ તાલીમ અપાઈ રહી છે.


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા