Back

મુસ્લિમ સમાજ દ્વારા નમાજ પઢવામા આવી અને સારો વરસાદ થાય તે માટે દુઆ

ખંભાળિયા માં મુસ્લિમ સમાજ દ્વારા નમાજ પઢવામા આવી અને વધુ સમયસર સારો વરસાદ થાય તે માટે દુઆ કરવામાં આવી...

દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મુખ્ય મથક જામ ખંભાળીયા ના મુસ્લિમ સમાજ દ્વારા વરસાદ માટે દુઆ કરવા માં આવી જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા ખંભાળીયા ના ભટ્ટી ચોક થી હાજી ઘસેડીયા ઇદ ગાહ સુધી મુસ્લિમ સમાજ ના લોકો એ ખુલ્લા પગે અને માથા પરથી ટોપીઓ વગર ઈદ ગાહ સુધી પહોંચ્યા હતા અને ઈદ ગાહ ઉપર મોટી સંખ્યા માં મુસ્લિમ સમાજ ના લોકો એ જિલ્લા માં સારો વરસાદ થાઈ તેના માટે દુઆ પઢવામાં આવી હતી મહત્વનું છે કે બે રકાત નફલ નમાજ અદા કરવામાં આવી જેથી જિલ્લા માં અને ખાસકરીને ખંભાળિયા માં વરસાદ થયો જ નથી અને આ દુષ્કાળ ભર્યું વર્ષ ન જાય અને સારો વરસાદ થાય તે હેતુ થી મુસ્લિમ સમાજ દ્વારા નમાજ પઢી અને દુઆ કરવામાં આવી હતી .


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા