Back

સરકાર દ્વારા ફિઝિકલ સ્ટેમ્પ બંદ કરવાના નિર્ણય થી પડનાર મુશ્કેલી અંગે કલેકટર સમક્ષ રજૂઆત.

સરકાર દ્વારા ફિઝિકલ સ્ટેમ્પ બંદ કરવાના  નિર્ણય થી પડનાર મુશ્કેલી અંગે યુથ કોંગ્રેસ પ્રમુખ - સંજય આંબલીયા એ કરી કલેકટર સમક્ષ રજૂઆત.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે છેલ્લા ઘણા સમયથી  ઇ- સ્ટેમ્પિંગ પેપરની ઓનલાઈન સિસ્ટમમાં વારંવાર  તકલીફો અરજદારોને પડતી હોવાથી અરજદારોને ગ્રામ્ય વિસ્તારમાંથી આવી આખો-આખો દિવસ રહેલ હોવા છતાં પણ ઓનલાઈન સિસ્ટમમાં બંધ રહેવાના કારણે  લોકોને પારાવાર તકલીફો વેઠવી પડે છે જે અંગે ખંભાળિયાના યુથ કૉંગ્રેસ પ્રમુખ સંજય આંબલિયા લેખિતમાં કલેકટર સમક્ષ રજૂઆત કરી છે.જેમાં જણાવેલ વિગત મુજબ ખંભાળિયા શહેર તાલુકા મથક વિસ્તારમાંથી અરજદારો ઇ સ્ટેમ્પિંગ ઓનલાઈન સિસ્ટમ ટેકનિકલ ખામીના કારણે બંધ થવી. 

તારીખ ૧/૧૦/૨૦૧૯ થી રાજ્ય સરકાર દ્વારા ફિઝિકલ સ્ટેમ્પ પેપર બંધ થઈ જશે એવો પરિપત્ર બહાર પડ્યો છે જેને લઇ ને દેવભૂમિ દ્વારકા ના મુખ્ય મથક ખંભાળિયા માં એક માત્ર સ્ટેમ્પ વેન્ડર તેમજ એક માત્ર વધુ પડતું બંધ હાલત માં રેહતું એ સ્ટેમ્પીગ સુવિધા કેન્દ્ર ના લીધે પાડનાર મુશ્કેલીઓ અંગે જાણ કરી સાવચેતી રાખવા જણાવ્યું હતું તથા રાજ્ય સરકાર દ્વારા એ ઇ સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્ર માં સારી કનેક્ટિવિટી માટે સારું ઇન્ટરનેટ પૂરું પાડવા જણાવ્યું હતું , મોટા ભાગે ખંભાળિયા ના  ઇ સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્ર માં ઇન્ટરનેટ ના હોવા ના કારણે જ અરજદારો ને સ્ટેમ્પ મળતા નથી. સરકાર દ્વારા જાહેર કરવા માં આવ્યું છે કે તારીખ ૧/૧૦/૨૦૧૯ થી ટાઈમ લિમિટ ના જોતા સાંજે જ્યાં સુધી અરજદાર આવે ત્યાં સુધી સ્ટેમ્પ કાઢી આપવા એવી જાહેરાત કરાઈ છે જે નો ચુસ્ત પણે અમલ કરવા જણાવ્યું હતું. ઈ સ્ટેમ્પ કમ્પ્યુટર જેનરેટેડ હોવાથી એમાં કમ્પ્યુટર નો સહારો લેવો પડતો હોવાથી થી તારીખ;-૧/૧૦/૨૦૧૯  પેલા પ્રિન્ટર ના ટોનર અને સ્ટેસનરી નો પૂરતો સ્ટોક રાખવા માં આવે જેથી પૂરો થયે અરજદારો હેરાન ના થાય .યુથ કોંગ્રેસ પ્રમુખ - સંજય આંબલીયા એ લોકો ના પ્રશ્નો ને ધ્યાને રાખી કલેકટર  ને રજૂઆત કરી મુદ્દાઓ ધ્યાને લેવા અરજ કરી છે.