Back

દેવભૂમિદ્વારકા ના એસ.પી. ને પત્રકાર પર હુમલાને લઈ આવેદન


દેવભૂમિદ્વારકા ના એસ પી કચેરીએ આજે દેવભૂમિદ્વારકા જિલ્લાના ભાણવડના ન્યૂઝ પેપરના પત્રકાર પર થયેલા હુમલા ને લઈ પત્રકારોએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી

ભાણવડના પત્રકાર હિતેન્દ્રસિંહ જાડેજા પર 9 દિવસ પહેલા થયેલા હુમલાને લઈ દ્વારકા જિલ્લાના પત્રકારો દ્વારા જિલ્લા એસ.પી ને આવેદન આપવામાં આવ્યું હતું ભાણવડ શિવકૃપા સ્કૂલના સંચાલક જે પી કરમુરે સરા જાહેર ભાણવડ રોડ પર પત્રકારને રસ્તા વચ્ચે કાર આડી રાખી  હુમલો કર્યા બાદ 9 દિવસ   બાદ પણ પોલીસ પકડ થી દુર હોઈ જિલ્લાના પત્રકારોએ એસ.પી ને આવેદન આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની  માંગ કરી હતી પત્રકાર પર હુમલાને લઈ દ્વારકા જિલ્લા પત્રકાર મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આરોપી હુમલો કર્યા બાદ પણ 9 દિવસથી પકડ થી દુર હોઈ પત્રકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા