“આત્મનિર્ભર ગુજરાત” પેકેજ હેઠળ અંદાજ ૨.૫ લાખ લોકોને રૂ. ૨૫૦૦ કરોડનું ધિરાણ અપાયું
“આત્મનિર્ભર ગુજરાત” પેકેજ હેઠળ અંદાજ ૨.૫ લાખ લોકોને રૂ. ૨૫૦૦ કરોડનું ધિરાણ અપાયું
: વધુ ધિરાણ આપનાર પ્રથમ ત્રણ સહકારી બેંકોના ચેરમેનઓનું મુખ્યમંત્રી રૂપાણીના
હસ્તે સન્માન
ગાંધીનગર ખાતે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”ને વધુ બળ આપવા મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લાના ૬૦ જેટલા સહકારી બેંકોના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ
આત્મનિર્ભર ગુજરાત પેકેજ હેઠળ સૌથી વધુ રૂ. ૫૦૦ કરોડનું માતબર ધિરાણ આપીને રાજકોટ નાગરિક સહકારી બેંક સાચા અર્થમાં નાના માણસની મોટી બેંક બની
-: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી :-
•મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાને સફળ બનાવવા સહકારી બેંકો મહત્વની ભૂમિકા ભજવે તેનો અનુરોધ કરતા મુખ્યમંત્રી રૂપાણી
•કોરોનાકાળમાં સહકારી બેંકો સામાન્ય લોકોને ધિરાણ આપવામાં અગ્રેસર જેની ઇતિહાસ નોંધ લેશે
•સહકારી બેંક એ સાચા અર્થમાં સામાન્ય માનવી બેંક
• સહકારની ભાવનાથી નાના લોકોને મદદ કરવાની ભાવના સહકારી બેંકો ધરાવે છે
• સહકારી બેંક લોકો દ્વારા બનાવેલી બેંક, તેથી એકબીજા ઉપર બંનેનો ભરોસો
• છેવાડાના માનવીનો ઉત્કર્ષ થાય તે ગુજરાત સરકારનો નિર્ધાર
• વડાપ્રધાનની ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકની જેમ ગુજરાતમાં સામાન્ય વ્યક્તિની માથાદીઠ આવક વધે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ
• નાના માણસોના ધિરાણથી બેંકોની NPAમાં વધારો થતો નથી
• આત્મનિર્ભર ગુજરાત પેકેજ હેઠળ રૂ. ૧ લાખથી રૂ. ૨.૫ લાખ સુધીની બેંકો દ્વારા લોન આપીને કોરોનાના આર્થિક સંકટમાંથી સામાન્ય માણસોને બહાર લાવ્યા
• સરકાર દ્વારા બેંકોને ૬ ટકા વ્યાજ સબસિડી આપી જે ભૂતકાળમાં કોઇ સરકારે આપી નથી
• સહકારી બેંકોનો અંતિમ લક્ષ્ય છેવાડાના નાના માનવીનો ઉત્કર્ષ કરવાનો જે ગુજરાતની સહકારી બેંકો રૂ. ૨૫૦૦ કરોડનું ધિરાણ આપી સાબિત કર્યું
• સહકારી બેંકો પોતાના વિસ્તારમાં લોકોને ઇમેજ ઉપર ધિરાણ આપે છે
• મહિલા ગૃપને મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રૂ. ૧ લાખનું ધિરાણ યોજના સફળ થશે જે ગુજરાત મોડેલને અન્ય રાજ્યો સ્વીકારશે
• આ યોજના હેઠળ લોન દીઠ ૧૫ ટકા રૂપિયા સીધા બેંકના ખાતામાં જમા કરાશે
• રાજ્યના ૧ લાખ સખી મંડળો એટલે કે ૧૦ લાખ બહેનોને રૂ. ૧૦૦૦ કરોડનું ધિરાણ આપીને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્યાંક
• સખી મંડળોની નોંધણી થાય તેની સાથે જ બેંક તેની લોન આપે એટલે તેનો વ્યવસાય શરૂ થાય
• અમારી સરકાર પહેલા ઉત્પાદન પછી મંજૂરીના મંત્ર સાથે કામ કરે છે
• બહેનો- નાના લોકો પાસે
લોન રિકવરીની ખાતરી હોય છે તેથી બેંકોને નુકસાન નહીં થાય
• આજે બેંકો પાસે નાણા છે પણ ધિરાણ કોને આપવું તે મોટો પ્રશ્ન છે
• આપણે બહેનોને થોડો નાણાકીય સહયોગ કરીશું તો બહેનો આત્મનિર્ભર
બનશે જેના થકી ગામડું અને શહેરો સમૃદ્ધ બનશે
આત્મનિર્ભર ગુજરાત પેકેજ હેઠળ સૌથી વધુ ધિરાણ આપનાર પ્રથમ ત્રણ સહકારી બેંકોના ચેરમેનઓનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અર્બન કો. ઓપરેટીવ બેંક ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતા, ગુજરાત સ્ટેટ કો. ઓ. બેંકના ચેરમેન અજય પટેલ તેમજ ઉત્તર ગુજરાત ક્રેડિટ બેંકના ચેરમેન કાંતિ પટેલનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, મહિલા બાળ કલ્યાણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, ગ્રામ વિકાસ વિભાગના સચિવ વિજય નહેરા, સહકાર વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય સહિત વિવિધ જિલ્લાઓમાંથી ૬૦ જેટલા સહકારી બેંકોના ચેરમેન-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




