Back

સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ બંધ રહેશે.

સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ ૯ ઓગસ્ટના રાત્રે ૯ વાગ્યા પછી ત્રણ દિવસ માટે ગુજરાતમાં બંધ રહેશે. ૩૦૦ વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ રહેશે. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં ટોરેન્ટ પાવરની ઈલેક્ટ્રિક પેનલમાં મેન્ટેનન્સ શરૂ કરવાનું છે. જેથી ૧૨ ઓગસ્ટે રાતના ૧૨.૦૦ કલાક સુધી જીસ્વાન નેટવર્ક બેઝડ ડેટા સેન્ટર કનેક્ટેડ તમામ સેવાઓને શટડાઉન કરાશે. રાજ્યમાં ઓનલાઈન સેવા જન્મ-મરણના પ્રમાણપત્ર, મહેસૂલી નોંધ, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન, ભરતી પરીક્ષાઓના ફોર્મ, વાહન લાયસન્સ સહિતની ઓનલાઈન સેવાઓ બંધ રહેશે.

 

 

 

 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..