Back

ખોરજ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ઘરે ઘરે કપડાની થેલીનું વિતરણ કરાયું

ખોરજ ગ્રામ પંયાયત દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત અને સીસીટીવી યુક્ત ખોરજ ગામ બનાવવાના ઉમદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ઘર દીઠ કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત તાલુકાના તમામ ગામના સરપંચઓને સ્વચ્છ ખોરજનું ટી શર્ટ આપવામાં આવ્યું હતું. મહાશ્રમદાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નૈનેશ આર. પટેલ દ્વારા નવનિર્મિત પુસ્તકાલય તથા જીમના મકાનનું ઉદૂઘાટન ગાંધીનગર(દ)ના ઘારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાધંલીયા તથા નિવૃત્ત આઇ.પી.એસ. ડી જી. વણઝારાના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના ઉપસ્થિતચૂંટાયેલા સદસ્યો તથા કર્મચારીઓને કાપડની થેલીનું પ્રેરક પ્રતિક તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આરંભે ખોરજ ગામના સરપંચ ભાવનાબેન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વિકાસ અઘિકારી આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત, ગાંધીનગર અને ખોરજ ગ્રામ પંચાયતના કર્મયોગીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શોભનાબેન વાઘેલા, તાલુકાના વિવઘ ગામના સરપંચઓ, તલાટી કમ મંત્રી કે આર. પટેલ, ખોરજ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ ચિરાગ મકવાણા

 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..