Back

ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કલેકટરઓ સાથે સંવાદ

મહેસૂલી સેવાઓ નાગરિકોને ઝડપથી પારદર્શી અને સરળતાથી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ : મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ

ટેકનોલોજીના માધ્યમ દ્વારા વધુને વધુ મહેસૂલી સેવાઓને ઓન લાઈન કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.

80 લાખથી વધુ સર્વે નંબરોના સને 2004 પહેલાના 7/12ના 8 કરોડથી વધુ પાનાઓના ઉતારા ઓનલાઈન થશે.

મંત્રીઓ, ધારાસભ્યઓ, સાંસદઓ અને મેયરઓ સહિતના મહાનુભાવોના જનહિતના મહેસૂલી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવા સુચના.

મહેસૂલી મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, મહેસૂલી સેવાઓ નાગરિકોને ઝડપી અને સરળતાથી સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે ત્યારે ઓનલાઈન એન.એ. સહિતની વિવિધ મહેસૂલી સેવાઓ ટેકનોલોજીના માધ્યમ દ્વારા પુરી પાડીને નાગરિકોને આ સેવાઓ વધુ સરળતાથી પ્રાપ્ત થઈ રહી છે જેનો લાભ પણ નાગરિકો મેળવી રહ્યાં છે.

આજ રોજ ગાંધીનગર ખાતેથી રાજ્યના કલેકટરઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સંબોધતા મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ સામાન્યમાં સામાન્ય માનવીઓને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભો સરળતાથી મળી રહે તે માટે મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરી ઝડપી અને સરળ બનાવવામાં આવી છે. જેનું સુચારૂં અમલ કરી જિલ્લાના પ્રશાસકોએ આ સેવાઓ પુરી પાડવા સુચનાઓ આપી છે. મંત્રીએ ઉમેર્યુ કે, માન. મંત્રીઓ, ધારાસભ્યઓ, સાંસદસભ્યઓ, મેયરઓ સહિતના મહાનુભાવોના જનહિતના મહેસૂલી સંદર્ભના પ્રશ્નોને અગ્રીમતા આપીને સત્વરે નિકાલ કરવા સુચના આપી.

મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં સને 2004થી 7/12ના રેકર્ડ કોમ્પ્યુટરરાઈઝ થયેલ છે. જે નાગરિકો ઈ-ધરા કેન્દ્ર ખાતેથી મેળવી શકે છે તેમ જ ઓનલાઈન જોઈ શકે છે.                        80 લાખથી વધુ સર્વે નંબરોના સને 2004 પહેલાના 7/12ના 8 કરોડથી વધુ પાનાઓનું સ્કેનીંગ કરીને ડિઝીટલાઈઝેશન કરવાની કામગીરી પૂર્ણતાના આરે છે. જે ટુંક સમયમાં જ ઓનલાઈન કરી દેવાશે.

મહેસૂલ મંત્રીએ જિલ્લા કક્ષાએ SITમાં દાખલ કરવામાં આવેલ પ્રકરણોના ઝડપથી નિકાલ કરવા અને સરકારી પ્લોટો પર થયેલ દબાણને ઝુંબેશ રૂપે હાથ ધરી સરકારી પ્લોટોને દબાણ મુક્ત કરવા જિલ્લા કલેકટરશ્રીઓને ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું.

રાજ્યના છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પુરા પાડવા સંદર્ભે જે પ્રશ્ન છે તેનો સત્વરે ઉકેલ લાવવા પર ભાર મુકતા મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યના કલેકટરઓ, પ્રાંત અધિકારીઓ તેમજ મામલતદારઓ દ્વારા ગ્રામ્યકક્ષાએ રાત્રી મુકામ કરીને સમયમર્યાદાના પ્રશ્નો છે તેનો પણ સત્વરે નિકાલ લાવવા સુચનાઓ આપી હતી. નાગરિકોને મહેસૂલી સેવાઓ મળી રહે તે માટે સબરજીસ્ટ્રાર કચેરીઓને પણ અદ્યતન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે અને મોડલ સબ રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા નાગરિકોને સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.

આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, સેટલમેન્ટ કમિશ્નર હર્ષદભાઈ પટેલ, આર.આઈ.સી. આર.જે. માંકડીયા, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ ડી.જી. પટેલ સહિતના મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા કલેકટરઓએ ભાગ લીધો હતો.

 અહેવાલ ચિરાગ મકવાણા  

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..