Back

ગાંધીનગર જિલ્લામાં ઓનલાઇન વારસાઇ સુવિધા શરૂ કરાઇ

રાજય સરકાર દ્વારા વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને ઓનલાઇન એન.એ. ને મળેલ પ્રતિસાદના પગલે રાજય સરકાર દ્વારા ખેતી-બિન ખેતીના પ્રિમિયમની પરવાનગી પણ ઓનલાઇન આપવા રાજય સરકારે વિચારણા કરી છે. આમ મહેસૂલી સેવાઓ ઓનલાઇન થવાથી કાર્યપધ્ધતિ ઝડપી, સરળ અને પારદર્શક બની છે.

રાજય સરકાર દ્વારા આ દિશામાં વધુ એક સેવા વારસાઇ ફેરફાર નોંધની અરજી પણ ઓનલાઇન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં વારસાઇની ફેરફારની નોંધની અરજી અરજદાર દ્વારા નિયત કરેલ અરજી ફોર્મમાં જરૂરી પુરાવા જેવા કે મૂત્યુનું પ્રમાણપત્ર, તલાટી દ્વારા મંજુર થયેલ અસલ પેઢી નામુ તથા કબજેદારોના સંમતિ દર્શક સોગંદનામા સાથે ઇધરા કેન્દ્રમાં રજૂ કરવાનું થાય છે.

જે ઇ-ધરા નાયબ મામલતદાર દ્વારા ચકાસી તમામ પુરાવાઓ રજૂ કરેલ હોય કે ના હોય તો પણ કાચી નોંધ પાડવામાં આવે છે તથા અરજદારોને જે રસીદ આપવામાં આવે છે તેમાં ખૂટતા પુરાવાઓની વિગતો દર્શાાવવામાં આવે છે અને જરૂરી પુરાવાઓ રજૂ થયેલ હોય તો કાચી ફેરફાર નોંધ જનરેટ થયા બાદ અરજદાર અને સંબંધિતોને કલમ-૧૩ ડીની નોટીસ મોકલી આપવામાં આવે છે. હવે, આ સેવા I-ORA પોર્ટલ પર વારસાઇ નોંધની ઓનલાઇન અરજી કરવામાં આવશે.

અરજી કરવા સૌ પ્રથમ I-ORA પોર્ટલ https://iora.gujarat. gov.inમાં on Line Application કરવાની રહેશે. માત્ર I-ORA પોર્ટલ પરથી પ્રિન્ટ કરેલ અરજીપત્રક જ માન્ય ગણાશે આ સિવાય અન્ય કોઇ રીતે બનાવેલ અરજી પત્રકની નોંધ ના મંજૂર થશે. તેની ખાસ નોંધ લેવા જણાવાયું છે.

આમ ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થયે એટલે આપની અરજી જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્રમાં આગળની પ્રક્રિયા માટે સબમીટ થશે. અસલ અરજીપત્રક, અસલ મરણ પ્રમાણપત્ર પેઢીનામાની નકલ, નોંધ જનરેટ કર્યાની પહોંચ અને અન્ય જરુરી કાગળો જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્રમાં રૂબરૂ અથવા રજીસ્ટર પોસ્ટથી મોડામાં મોડુ ૧૫ દિવસમાં પહોંચાડવાના રહેશે. જયારે અરજીની સ્થિતિએ અને નિકાલની વિગતો સમયાંતરે આપને મોબાઇલ અને ઇ-મેલ મારફત મોકલી આપવામાં આવશે તેમ જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જણાવ્યું છે.

 

અહેવાલ ચિરાગ મકવાણા 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..