Back

આર.ટી.ઓ. કચેરીઓ દિવાળીથી ભાઇબીજ સુધી બંધ રહેશે

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુની સૂચના અનુસાર નાગરિકોની સરળતા અર્થે હાલમાં શનિવાર અને રવિવાર તેમજ અન્ય જાહેર રજાઓમાં રાજ્યની તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓ આરટીઓ સંલગ્ન કામગીરી માટે ખુલ્લી રાખવામાં આવે છે.

જે અંતર્ગત વાહન વ્યવહાર કમિશનરની કચેરીના ખાસ ફરજ પરના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે તા.૨૦/૧૦/૧૯ (રવિવાર), ૨૬/૧૦/૧૯ (ચોથો શનિવાર) ૩૧/૧૦/૧૯ (સરદાર વલ્લભભાઇ પટેલ જયંતી), તથા ૩/૧૧/૧૯ (રવિવાર)ની જાહેર રજાઓના દિવસે રાજ્યની તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓ ચાલુ રહેશે. તેમજ દિવાળીથી ભાઇબીજ સુધી એટલે કે, તા.૨૭/૧૦/૧૯ (દિવાળી), તા.૨૮/૧૦/૧૯ (નૂતન વર્ષ) તથા તા.૨૯/૧૦/૧૯ (ભાઇબીજ)ની જાહેર રજાઓના દિવસે તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓ બંધ રહેશે.   

અહેવાલ ચિરાગ મકવાણા 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..