Back

જાંબાઝ સશસ્ત્ર સેનાનીઓ તથા તેમના પરિવારજનોના કલ્યારણ માટે ઉદાર હાથે ફાળો અર્પણ કરતાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિવસની ઉજવણી  નિમિત્તે જાંબાઝ સશસ્ત્ર સેનાનીઓ તથા તેમના પરિવારજનોના કલ્‍યાણ માટે ઉદાર હાથે ફાળો અર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્‍યું છે કે, સશસ્ત્ર સેના ધ્વજ દિવસ એ આપણા રાષ્ટ્રની સીમાની સુરક્ષા સાથે દેશની રક્ષા અને આગંતુક ઘટનાઓના મુકાબલા માટે પોતાના પ્રાણની પરવાહ પણ ન કરનારા સેનાનીઓ પ્રત્‍યે ઋણ અદા કરવાનો અને નાગરિક કર્તવ્‍યભાવ દર્શાવવાનો અવસર છે.

 

સશસ્ત્ર સેનાનીઓ પૂર-વાવાઝોડુ-ભૂકંપ જેવી કુદરતી આપત્તિના સમયે પણ નાગરિકોના જાન-માલ બચાવ અને રાહત કામગીરીમાં જીવના જોખમે ખડેપગે રહે છે. આ જાંબાઝ સેનાનીઓ તથા તેમના પરિવારજનોના કલ્‍યાણ માટે ઉદાર હાથે ફાળો આપી સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિવસની ઉજવણી કરવા ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ  પ્રજાજનોને અપીલ કરી છે. આ અવસરે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ આપેલો ફાળો ગુજરાત સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક શ્રી શશીકુમાર ગુપ્તાએ સ્વીકાર કર્યો હતો. 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..