Back

મૂક-બધિર બાળકો ગાંધીનગરમાં સી.એમ. હાઉસના મહેમાન બન્યા..

વિજયભાઇ રૂપાણીએ સી.એમકોમન મેનની સહજ સંવેદનાથી

મૂક-બધિર વિશ્વ વિભૂતિ હેલન કેલરના જન્મદિને અમદાવાદના

મૂક બધિર બાળકો સાથે સંવાદગોષ્ઠિ કરી

મૂક-બધિર બાળકો ગાંધીનગરમાં સી.એમ. હાઉસના મહેમાન બન્યા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી  સાથે અમદાવાદ આશ્રમ રોડ સ્થિત મૂક-બધિર શાળાના ર૧ જેટલા બાળકોએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મૂલાકાત કરી હતી.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, તા. ર૭ જૂન બધિર અને પ્રથમ દ્રષ્ટિહિન વિશ્વખ્યાત કવિયત્રી, લેખિકા, વ્યાખ્યાતા હેલન કેલરની જન્મજ્યંતિ તરીકે મૂક-બધિર બાળકો-વ્યકિતઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા મનાવવામાં આવે છે.

સંદર્ભમાં અમદાવાદની બહેરા-મૂંગા શાળા સોસાયટી, આશ્રમ રોડની શાળાના ર૧ જેટલા બાળકોએ વિજયભાઇ રૂપાણી સાથેસક્ષમસેવા સંસ્થાના માધ્યમથી મૂલાકાત કરી હતી.

મુખ્યમંત્રીએ બાળકો પાસેથી તેમને અપાતી સુવિધાઓ-શિક્ષણ વગેરે અંગેની  વિગતો સંવેદનાસભર સહજ સંવાદ-વાર્તાલાપ કરીને મેળવી હતી.

તેમણે હેલન કેલરના જીવન કવનમાંથી પ્રેરણા લઇ બાળકોને પણ સફળતાનો પથ કંડારવા શીખ આપી હતી

વિજયભાઇ રૂપાણીએ મૂક-બિધર ભૂલકાંઓ સાથે ‘‘કોમન મેન સી.એમ’’ તરીકે એક કલાક જેવો સમય વિતાવી સંવેદનશીલ વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો હતો.

 

 

 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..